ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા ભરૂચ SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઈ

ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા ભરૂચ SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઈ

 

તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાના પોલીસ વિભાગ માં ફરજ બજાવતા ASP ઓને બઢતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી,જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ માં ફરજ બજાવતા ભરૂચના ASP વિકાસ સુંડા તેમજ ASP વિશાખા ડબરાલ ને પણ SP રેન્ક માં બઢતી આપવામાં આવી છે,

 

 

ભરૂચ એસ.પી કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઇ હતી,જેમાં ભરૂચ SP ડો. લીના પાટીલના હસ્તે SP Rank ના Shoulder Base અર્પણ કરાયા હતા,

 

આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ વિભાગ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બઢતી પામેલ બંને અધિકારીઓને પોલીસ વિભાગ ના કર્મીઓએ અભિનંદન પણ પાઠવ્યા હતા,પોલીસ વિભાગ ના પ્રોટોકૉલ આધીન આ કાર્યક્રમ માં જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિત ના કર્મીઓએ બંને અધિકારીઓને શુભેચ્છાઓ આપી હતી,