કન્ટેનરમાં મીઠામાં છુપાયેલું હતું. જેમાં 52 કિલો કોકેઈન પકડાયું હતું. ઈરાનથી મીઠું છે તેમ કહી આડમાં ડ્રગ્સ છુપાવવામાં આવતું હતું.
કચ્છના મુંદ્રા પોર્ટની અંદર આયાત કરાયેલું અને સીડબલ્યુસીમાં રાખેલા ઈરાનના કન્ટનરમાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે ડીઆરઆઈએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. મુન્દ્રાથી પકડાયેલું 500 કરોડનું ડ્રગ્સ ઈરાનના કન્ટેનરમાં મીઠામાં છુપાયેલું હતું. જેમાં 52 કિલો કોકેઈન પકડાયું હતું. ઈરાનથી મીઠું છે તેમ કહી આડમાં ડ્રગ્સ છુપાવવામાં આવતું હતું.
એક કન્ટેનરમાં નાર્કોટીક્સ ડ્ર્ગ્સ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે આ ઓપરેશન શરૂ કરાયું હતું અને ડીઆરઆઈની ટીમે કન્ટેનરની સીડબલ્યુસીમાં તપાસ હાથ ઘરી હતી. જેમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. કચ્છ મુંદ્રા પોર્ટની અંદર આ ડ્રગ્સ નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જો કે, આ પહેલા પણ ડ્ર્ગ્સ પકડાયું છે. ગૃહ વિભાગ અને હર્ષ સંઘવી ગૃહ મંત્રી દ્વારા ડ્રગ્સના મામલે એક પછી એક એમ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમાં પણ કરોડો રુપિયાના ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં સરકાર કામયાબ રહી છે અને આગામી સમયમાં પણ ડ્રગ્સ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અગાઉ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
જેથી ગૃહ વિભાગે 6 મહિનાની અંદર આ કવાયત હાથ ધરીને ડ્રગ્સ માફીયાઓને બરાબરનો સબક શીખવ્યો છે.