ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગાંધીનગર સેક્ટર 7 પોલીસે પકડી પાડ્યો

Date:

Share

ગુનેગારો સામે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર વિભાગ તેમજ અધિક્ષક તરૂણ દુગ્ગલ ગાંધીનગર કે જેમને  ગાંધીનગર શહેરમાં દારૂબંધી નેસ્ત નાબુદ કરવા તથા કડક અમલવારી કરાવવા જણાવ્યું છે.

 

 

સેક્ટર 7 પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ દિલીપસિંહ મહોતજી બ.ન.૪૦૩ તેમજ સાથેના અ.પો.કોન્સ અનિલભાઇ કાળાભાઇ બને.૨૨૫૯ એ રીતેના સેક્ટર-૭ પો.સ્ટેના ઇન્વે. ટીમના પોલીસ કર્મીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હતા.

ત્યારે અ.પો.કો અનિલભાઈ કાળાભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળીલ કે, સેક્ટર ૧૧ પથિકા શ્રમ ડેપો ખાતે એક પુરૂષ તથા એક મહિલા ઈસમ તેની પાસેના એક બેગમાં વિદેશી દારૂની બોટલો ભરીને પથિકાશ્રમ ડેપો ખાતે બેઠા છે જેથી મહીલા પો.સ્ટેના વુ.અ.પો.કો કોકીલાબેન નરેશભાઇ તથા પંચોને સાથે રાખી પથિકા શ્રમ ડેપો જઇ સદર ઉપરોક્ત હકીકત વાળા ઇસમોની પુછપરછ કરતા પુરૂષ ઈસમે ભુપેંદ્રભાઈ ભાવસિંગ પવાર તથા મહિલા ઈસમે ખુશ્બબેન ડો/ઓ મજીદભાઈ ઈસ્માઈલભાઈ વોહરા બન્નેએ પેથાપુર શાંતમ બંગ્લોજ મ.નં.એ ૧૧ તા.જી. ગાંધીનગરના હોવાનુ જણાવ્યું અને પાસેની બેગ પંચો રૂબરૂમાં ચેક કરતા બેગમાંથી મળી આવેલ ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ કુલ નંગ ૬ બોટલ કુલ કિંમત રૂપિયા ૧૭૦૦, બે મોબાઈલ ફોન કિ.રૂ. ૩૫૦૦ તેમજ બેગની કિ.રૂ.૨૦૦ મળી કુલ કિ.૫૪૦૦/-નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપીની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

તમામ પ્રકારના ગુનેગારો સામે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર વિભાગ તેમજ અધિક્ષક તરૂણ દુગ્ગલ ગાંધીનગર કે જેમને  ગાંધીનગર શહેરમાં દારૂ બદી નેસ્ત નાબુદ કરવા તથા કડક અમલવારી કરાવવા જણાવ્યું છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!