પશ્ચિમ રેલવે વિભાગના અમદાવાદની 21 ટ્રેનોમાં જનરલ ડબ્બાની ટિકિટ પણ ઉપલબ્ધ થશે

Date:

Share

હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે ટ્રેનની મુસાફરી સસ્તી બની રહેશે

 

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ પરથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ ડબ્બાનું જોડાણ થતા આગામી મહિનાની 1 તારીખથી મુસાફરો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે. અમદાવાદ વિભાગમાંથી અંદાજે 21 ટ્રેનો પસાર થઇ રહી છે જેમાં જનરલ ટિકિટની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી રિઝર્વેશન ટિકિટ પર મુસાફરી કરી શકતી હતી અને કોરોના સમયે જનરલ કોચ બંધ કરી દેવામાં આવ્યા હતા જો કે હવે જનરલ કોચ શરુ કરતા ફરીથી લોકોને સામાન્ય આરક્ષણ વગરની ટિકિટ મળી રહેશે. જનરલ ટિકિટ મળવાની શરૂ થતા હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે ટ્રેનની મુસાફરી સસ્તી બની રહેશે. અંતિમ ઘડીએ મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે રાહતના સમાચાર છે.

કઈ કઈ ટ્રેનમાં જનરલ ટિકિટ ઉપલબ્ધ થશે

મુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ મળશે. બાંદ્રા અમદાવાદ બાંદ્રા સુપરફાસ્ટ, બાંદ્રા ગાંધીનગર બાંદ્રા સુપરફાસ્ટ, દાદર ભુજ દાદર સુપરફાસ્ટ, વલસાડ અમદાવાદ વલસાડ મેલ એક્સપ્રેસ, અમદાવાદ વેરાવળ અમદાવાદ સુપરફાસ્ટ, ગાંધીનગર ઇન્દોર ગાંધીનગર મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ટિકિટ મળશે. અત્યાર સુધી આખી ટ્રેનમાં રિઝર્વેશન પર જ મુસાફરી કરી શકતી હતી પરંતુ હવે જનરલ ટિકિટમાં પણ મુસાફરી કરી શકાશે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!