ખોડલધામના ચેરમેન નરહેસ પટેલ ની છેલ્લા ઘણા સમયથી ભાજપમા જોડાવવાની વાતનો હવે ક્યાંકને ક્યાંક અંત આવી રહ્યો એવું દેખાય રહ્યું છે.
Date:
મહત્વની વાત છે કે, હોસ્પિટલનું નિર્માણ કરનાર અને ભાજપના અગ્રણી એવા ડૉક્ટર ભરત બોઘરા દ્વારા નરેશ પટેલને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડૉક્ટર ભરત બોઘરા નરેશ પટેલને આમંત્રણ આપતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, આ કાર્યક્રમમાં નરેશ પટેલ ભાજપમાં જોડાય છે પરંતુ નરેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહીં. તો એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે.
આ મહિનાના અંતમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાય છે કે, નહીં તે બાબતે જાહેરાત કરશે અને આવી ચર્ચાઓને લઈને સૌરાષ્ટ્ર સહિત રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે કારણ કે, છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓ વચ્ચે ચાલી હતી કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે પરંતુ તે સમયે નરેશ પટેલે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે, સમાજ કહેશે તે રીતે તેઓ રાજકારણમાં જોડાશે તેવું તેમણે જણાવ્યું હતું અને ત્યારબાદ હવે સૌ કોઈ લોકોની નજર એક જ વાત પર છે કે, નરેશ પટેલ કયા રાજકીય પક્ષની સાથે જોડાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને હોસ્પિટલના નિર્માતા અને ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરાની પીઠ થાબડી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની પણ સ્થિતિ જોવા મળી હતી.