ગુજરાત રાજ્યના અલગ – અલગ જીલ્લાના લોકોને વિશ્વાસમાં લઈ ફીઝ તથા કંપનીના બોર્ડ બનાવી આપવાના બહાને છેતરપીંડી કરતી ગેંગને પકડી પાડતી સાયબર ક્રાઈમ સેલ તથા એલ.સી.બી.ટીમ પાટણ

Date:

Share

ગુજરાત રાજ્યના અલગ – અલગ જીલ્લાના લોકોને વિશ્વાસમાં લઈ ફીઝ તથા કંપનીના બોર્ડ બનાવી આપવાના બહાને છેતરપીંડી કરતી ગેંગને પકડી પાડતી સાયબર ક્રાઈમ સેલ તથા એલ.સી.બી.ટીમ પાટણ

 

 

ગુજરાત રાજ્યના અલગ – અલગ જીલ્લાના લોકોને વિશ્વાસમાં લઈ ફીઝ તથા કંપનીના બોર્ડ બનાવી આપવાના બહાને છેતરપીંડી કરતી ગેંગને પકડી પાડતી સાયબર ક્રાઈમ સેલ તથા એલ.સી.બી.ટીમ પાટણ મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે પોલીસ અધિક્ષકશ્રી વિજયકુમાર પટેલ સાહેબ પાટણનાઓએ તાજેતરમા બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે આધારે શ્રી જે એમ ખાંટ I / C પો.સબ ઈન્સ સાયબર ક્રાઈમ સેલ પાટણનાઓ તથા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો તથા સાયબર ક્રાઈમ સેલ પાટણના માણસો પાટણ ટાઉનમા મીલકત સંબધી ગુનો ન બને તે અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન શ્રી જે એમ ખાંટ I / C પો . સબ ઈન્સ સાયબર ક્રાઈમ સેલ પાટણનાઓને તથા સાથેના આ પો.કો ધવલકુમાર ભગવાનભાઇ એલ સી બી પાટણનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે ત્રણ અજાણ્યા માણસો એક સ્વીફટ ગાડીમા ફરી ગુજરાત રાજ્યના અલગ – અલગ જીલ્લાના લોકોને ટેબલેટમા ફીઝ તેમજ બોર્ડ બનાવાનુ કહી લોકોને વિશ્વાસમાં લઈ નાયરા કંપનીના નામના બીલો આપી લોકો પાસેથી અડધી કે તેથી વધુ ઓછી રકમ મેળવી અને કંપનીમાંથી બે દિવસમા વસ્તુ આવી જશે તેવુ કહી નાયરા હોમસ એસોસીયેટસના તેમજ અલગ અલગ કંપનીના બનાવટી બીલો આપી લોકો સાથે છેતરપીંડી કરે છે અને તે માણસો હાલમાં રંગીલા હનુમાન મંદીર પાસે અનાવાડા દરવાજા પાટણ ખાતે ફરે છે જે હકીકત આધારે સદરી ત્રણ ઈસમોને પકડી પાડી સઘન પુછપરછ કરતા સદરી ઈસમોએ પટેલ અંકિતભાઈ રહે અનાવાડા તા જી પાટણવાળાનાઓને ઉપરોક્ત હકીકત પ્રમાણે છેતરેલ હોવાની કબુલાત કરેલ જેથી આ કામના ફરીયાદીની ફરીયાદ લઈ પાટણ તાલુકા પો.સ્ટે ખાતે છેતરપીંડીનો ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી સારૂ આરોપીઓ તથા કબ્જે કરેલ મુદ્દામાલ પાટણ તાલુકા પો.સ્ટે ખાતે સોંપેલ છે આરોપીઓનુ નામ , સરનામુ : ( ૧ ) વણઝારા દેવજીભાઇ ગોરાજી જગાજી રહે , ગલોડીયા પટેલ ફળી , તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા ( ૨ ) વણઝારા પ્રીંન્સ અશોકભાઇ સાંકળાજી રહે અમદાવાદ અસારવા ગાભાજી મંગાજીની ચાલી તા.જી.અમદાવાદ ( ૩ ) વણઝારા મુકેશભાઇ મીઠાજી સવાજી રહે .૫૮ / ઇન્દીરાનગર સરકારી ગોડાઉનની બાજુમા , ખેડબ્રહ્મા , તા ખેડબ્રહ્મા જી સાબરકાંઠા કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) રોકડ રકમ રૂ .૭.૨૫૦ / ( ૨ ) મોબાઈલ નંગ -૦૩ કિ.રૂ .૨૦,૦૦૦ / ( ૩ ) સેમસંગ કંપનીનુ ટેબલેટ નંગ -૦૧ કિ.રૂ .૫,૦૦૦ / ( ૪ ) નાયરા હોમ્સ એસોસીયેટસ નામની બીલબુક નંગ ૦૧ કિ.રૂ .૦૦ / ૦૦ ( ૫ ) સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી નંબર GJ 01 RG 9213 કિ.રૂ .૨,૫૦,૦૦૦ / -મળી કુલ કિ.રૂ .૨,૮૨,૨૫૦ / બાતમી મેળવનાર : ( ૧ ) શ્રી જે.એમ.ખાંટ I / C પો.સબ.ઈન્સ સાયબર ક્રાઈમ સેલ , પાટણ ( ૨ ) અ.પો.કો.ધવલકુમાર ભગવાનભાઈ કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ની વિગત : ( ૧ ) શ્રી જે એમ ખોટ I / C પો સબ ઈન્સ સાયબર ક્રાઈમ સેલ , પાટણ ( ૨ ) એ એસ આઈ કાનજીભાઈ શક્કરભાઈ ( ૩ ) અ હૈ કો વિનોદકુમાર પુનાભાઇ ( ૪ ) હે.કો.શૈલેષકુમાર રામજીભાઇ ( ૫ ) અહે.કો વિપુલકુમાર ખોડાભાઇ ( ૬ ) અ.પો કો ધવલકુમાર ભગવાનભાઇ ( ૭ ) અ.પો.કો દર્શનકુમાર દિનેશભાઇ ( ૮ ) અ.પો.કો રાહુલકુમાર અમૃતલાલ ( ૯ ) વુ.અ.પો.કો રોશનીબેન મહેન્દ્રકુમાર ડાયલા


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!