ATMમાંથી નિકળવાની બંધ થઈ ગઈ ગુલાબી નોટ, 2018 બાદ ફ્રેશ નોટનું પ્રિન્ટીંગ જ નથી થયું

Date:

Share

દેશમાં 2000 રૂપિયાની નોટના સર્કુલેશનમાં ભારે ઘટાડો આવ્યો છે. RBIએ વર્ષ 2021-22 માટે પોતાના વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આરબીઆઈએ કહ્યું કે, 2020-21માં કુલ કરન્સી સર્કુલેશનમાં 2000 રૂપિયાની નોટની ભાગીદારી 17.3 ટકા હતી, જે ઘટીને 13.8 ટકા રહી ગઈ છે.

 

દેશમાં 2000 રૂપિયાની નોટના સર્કુલેશનમાં ભારે ઘટાડો આવ્યો છે. RBIએ વર્ષ 2021-22 માટે પોતાના વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આરબીઆઈએ કહ્યું કે, 2020-21માં કુલ કરન્સી સર્કુલેશનમાં 2000 રૂપિયાની નોટની ભાગીદારી 17.3 ટકા હતી, જે ઘટીને 13.8 ટકા રહી ગઈ છે.

ઘટી રહી છે 2,000ની નોટ

આરબીઆઈના રિપોર્ટ મુજબ 2019-20માં 5,47,952ની વેલ્યૂની 273.98 કરોડ, 2,000ની નોટની સંખ્યા સર્કુલેશનમાં હતી, જેની કુલ નોટોની સર્કુલેશનમાં 22.6 ટકા ભાગીદારી હતી, તે 2020-21માં ઘટીને 4,90,195 કરોડ રૂપિયા વૈલ્યૂ રહી ગઈ, જેની સંખ્યા 245.10 કરોડ હતી, પણ 2021-22માં કુલ કરન્સીનું સર્કુલેશનમાં 2,000 રૂપિયાની નોટોની સંખ્યા અને ઓછી થઈને 214.20 કરોડ રહી ગઈ, જેની વૈલ્યૂ 4,28,394 કરોડ રૂપિયા છે. હવે કુલ નોટનું સર્કુલેશનમાં 2,000 રૂપિયાની નોટની સંખ્યા 2021-22માં 1.6 ટકા રહી ગઈ છે, જે 2020-21માં 2 ટકા અને 2019-20માં 2.4 ટકા હતી.

3 વર્ષમાં 122 કરોડ ઘટી ગઈ 2000ની નોટ

આપને જણાવી દઈએ કે, 31 માર્ચ 2018 સુધી 336.3 રૂપિયાની નોટ સર્કુલેશનમાં હતી, જે કુલ નોટોનું સર્કુલેશનના 3.27 ટકા અને વૈલ્યૂના હિસાબે 37.26 ટકા હતી, પણ 31 માર્ચ 2022ના આંકડા અનુસાર, 214.20 કરોડ 2000ની નોટ ચલણમાં રહી ગઈ છે, જે કુલ નોટોના 1.6 ટકા છે, જેની વૈલ્યૂના હિસાબે 13.8 ટકા રહી ગઈ છે.

2018-19 બાદ 2,000ની નોટનું પ્રિન્ટીંગ થયું નથી

હકીકતમાં જોઈએ તો, ડિસેમ્બર 2021માં શિયાળુ સત્રમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદને જણાવ્યું હતું કે, 2018-19 બાદ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટીંગની કોઈ ફ્રેશ ઓર્ડર આપ્યો નથી. 2000ની નોટનું સર્કુલેશનમાં ભારે કમીના કારણે જણાવતા તેમણે કહ્યું કે, 2018-19 બાદથી નોટ છાપવામાં કોઈ ફ્રેશ ઓર્ડર નથી આપ્યો, એટલા માટે 2000ની નોટની સંખ્યામાં ઘટાડો થયો છે. સાથે જ નોટ ખરાબ હોવાના કારણે કેટલીય નોટ ચલણમાંથી બહાર થઈ જાય છે, જેના કારણે તેની સંખ્યામાં ઘટાડો થયો છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!