શનિ ઉપાસના માટે શુભ દિવસ : શનિદેવને તેલનો અભિષેક અને અડદના દાણા ચઢાવવા લાભ કારક વૈશાખ વદ, અમાસને સોમવાર તા. 30 ના દિવશે શનિજયંતિ છે સાથે સોમવતી અમાસ પણ છે આથી આ દિવશે શનિગ્રહની ઉપસના તથા પિતૃદેવ ની ઉપસના તથા મહાદેવજીની ઉપસના પુજા કરવી ઉત્તમ ગણાય છે. શનિદેવની મુર્તિ ઉપર તેલનો અભિષેક કરવો અળદના દાણા ચડાવી અળદની બનેલી વાનગી ધરાવી ત્યાર બાદ આરતી ઉતારવી. અને દશરત કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરવો અથવા ૐ શં શનેશ્ર્વરાય નમ: મંત્રના જાપની 1 અથવા ત્રણ માળા કરવાથી જાતકોને લાભ થાય છે. શનિકૃપા મેળવા માટે તથા નાની મોટી પનોતી માથી રાહત મેળવવા માટે કાળો ધાબળો કાળુ અથવા બ્લુવસ્ત્ર તથા સ્ટીલનું વાસણ કાળા અળદ પગરખા કાળી છત્રી તેલનું દાન કરવું ઉત્તમ ફળદાયક ગણાય છે.
શનિ ઉપાસના માટે શુભ દિવસ : શનિદેવને તેલનો અભિષેક અને અડદના દાણા ચઢાવવા લાભ કારક વૈશાખ વદ, અમાસને સોમવાર તા. 30 ના દિવશે શનિજયંતિ છે સાથે સોમવતી અમાસ પણ છે આથી આ દિવશે શનિગ્રહની ઉપસના તથા પિતૃદેવ ની ઉપસના તથા મહાદેવજીની ઉપસના પુજા કરવી ઉત્તમ ગણાય છે. શનિદેવની મુર્તિ ઉપર તેલનો અભિષેક કરવો અળદના દાણા ચડાવી અળદની બનેલી વાનગી ધરાવી ત્યાર બાદ આરતી ઉતારવી. અને દશરત કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરવો અથવા ૐ શં શનેશ્ર્વરાય નમ: મંત્રના જાપની 1 અથવા ત્રણ માળા કરવાથી જાતકોને લાભ થાય છે. શનિકૃપા મેળવા માટે તથા નાની મોટી પનોતી માથી રાહત મેળવવા માટે કાળો ધાબળો કાળુ અથવા બ્લુવસ્ત્ર તથા સ્ટીલનું વાસણ કાળા અળદ પગરખા કાળી છત્રી તેલનું દાન કરવું ઉત્તમ ફળદાયક ગણાય છે. સોમવારે સવારે 6:04 થી સાંજે 5 વાગ્યા સુધી દાન આપવાનો શુભ સમય છે. આ ઉપરાંત સોમવારે હનુમાનજીની પણ ઉપસના કરવાથી શનિગ્રહના આશીર્વાદ મળે છે. જે લોકોની જન્મકુંડળીમાં શની કે રાહુનો શ્રાપિતધેષ હોય શની ચંદ્રનો વિષયોગ હોય શની દુષિત હોય તો શની જયંતિના દિવશે ઉપવાસ રહી અને શનિદેવતા તથા હનુમાનજીની ઉપસના કરવાથી રાહત મળશે. સોમવતી અમાસના દિવસે મહાદેવજીની ઉપસના કરવી પણ ઉત્તમ ફળ દાયક ગણાય છે. ૐનમ: શિવાય મંત્રની એક અથવા પાંચ માળા કરવાથી જીવનમાં શાંતિ મળે છે. સોમવતી અમાસના દિવશે પિતૃદેવની ઉપસના કરવી પણ ઉત્તમ ફળદાયક ગણાય છે. સોમવારે સવારે દુધપાણી અને કાળા તલ મિક્સ કરી અને સર્વે પિતૃનું નામ લઈ અને પીપળે ચડાવું પિપળાની પ્રદક્ષિણા કરવી પીપળા નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી પિતૃઓને મોક્ષગતી મળશે અને પિતૃઓના આશિર્વાદ થકી જીવનમાં સુખ શાંતિ આવશે. સોમવતી અમાસના દિવસે પિતૃતર્પણ કરાવું મહાદેવજીની રૂદ્ર લઘુરૂદ્ર કરાવો શનિગ્રહ પુજા કરાવી ઉત્તમ ફળદાયક રહેશે.