Exclusive – મિશન 182માં જોડ તોડની રાજનીતી, કોંગ્રેસના ગઢને તોડવા માટે ઉત્તર ગુજરાતથી શરુઆત

Date:

Share

ભાજપ દ્વારા મિશન 182 અંતર્ગત શરૂ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં એક પછી એક સફળતા પ્રાપ્ત થઈ રહી છે

 

ભાજપ દ્વારા આ વખતે 4 રાજ્યોની જીતનો પાયો નખાયા બાદ ગુજરાત તેમનો આગામી ભવ્ય જીતનો ટાર્ગેટ છે. કોંગ્રેસમાં માધવસિંહના સમયે જે જીત ગુજરાતમાં ભવ્ય પ્રાપ્ત થઈ છે તેવી જીત હજુ સુધી ગુજરાતમાં ભાજપને પણ નથી સાંપડી ત્યારે આ વખતે ભાજપ કમાલ કરવાના મૂડમાં છે. જેના માટે કોંગ્રેસના ગઢ ગણાતી સીટોમાં જોડતોડની રાજનીતી ભાજપ દ્વારા મિશન 182 અંતર્ગત શરૂ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં એક પછી એક સફળતા પ્રાપ્ત થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને સમાવીને આદિવાસી વોટબેન્ક ભાજપ એના નામ પર કરી રહી છે.

આ ઉપરાંત ખેડબ્રહ્મના પૂર્વ ધારાસભ્ય એવા સ્વ. અનિલ જોષીયારાના નિધન બાદ એક સિમ્પથી ક્રિએટ થઈ શકે છે. અનિલ જોષીયારા તેમની વિધાનસભામાં મજબૂતાઈથી જીતતા આવ્યા છે ત્યારે કોંગ્રેસ વારસામાં તેમના દિકરાને આ સીટ આપવા માટેની તૈયારી કરતી જ હતી ત્યારે ભાજપે ત્યાં ચોપાટ ફેલાવીને અનિલ જોષીયારાના દિકરાને તેમના તરફી કરી ખેડબ્રહ્મા પર ઉભા રાખી ભાજપના ગઢને તોડવાનું પ્રથમ ચરણ આગળ કરી રહ્યું છે. આગામી સમયમાં અશ્વિન કોટવાલ બાદ અનિલ જોષીયારાના પૂત્રની એમ બે કોંગ્રેસની ગઢ ગણાતી બેઠકો પર નજર છે. જેથી એક પછી એક કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર સી.આર. પાટીલની નજર છે.

વાપી, વ્યારા વિસ્તારથી સીઆર પાટીલે વન ડે વન ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમની શરૂઆત કરી હતી. જ્યાં કોંગ્રેસનો ગઢ છે. જેથી ત્યાંથી જ જીતનો પાયો ભાજપ નાખવા માંગે છે. કેમ કે, પાટીલે મહેનત અલગ જગ્યાએ ડીસ્ટ્રીબ્યુટ કરવાનું વિચાર્યું છે. જે ભાજપનો ગઢ છે તેમાં મજબૂતાઈથી આગળ વધવું અને કોંગ્રેસના ગઢને જોડ તોડની રાજનીતીથી તોડી 182ના મિશન તરફ આગળ વધવાનું છે. જેથી આ દિશામાં સૌરાષ્ટ્રમાં પણ વેલકમ બીજેપી કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. રાજકોટ અમરેલી સહીતની સીટો પર પણ ધારાસભ્યો જે કોંગ્રેસના છે તે મજબુતાઈથી કામ કરી રહ્યા છે. તેમાં પણ અગાઉ અમરીશ ડેરની ભાજપ જોડાવવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. આ ઉપરાં રાજકોટ પણ સી આર પાટીલ, મુખ્યમંત્રી વગેરેની બેઠકો સંગઠન સાથે યોજાઈ છે.  


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!