EXCLUSIVE – કારોબારી બેઠકની અંદર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર આ કારણે ફોકસ કરવાની સૂચના અપાઈ

Date:

Share

આ વખતે કાર્યકર્તાઓ અને પ્રભારીઓને ઉત્તર ગુજરાત પર ફોકસ કરવા કહ્યું છે

 

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના ગઢ માનવામાં આવે છે જેમાં કેટલીક સીટો પર બીજેપીનું પણ આધિપત્ય છે પરંતુ આ બન્ને વિસ્તારોમાં કોંગ્રેસ ગ્રામ્ય કક્ષાએ સબળી પુરવાર થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને રાજકારણનું કેન્દ્ર બિંદુ છે તો પાટણ એ ઉત્તર ગુજરાતનું મુખ્ય મથક છે. જ્યાં પહેલીવાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાને કરોડોના લોકાર્પણ અને સીલાન્યાસ કરીને નવી ભેટ આપી છે અને ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મોટા કાર્યક્રમ કર્યો હતો. આગામી સમયમાં વડનગરને વર્લ્ડ ક્લાસ હેરીટેજ સેન્ટર અને ફરવાલાયક સ્થળ બનાવવા તરફ બીજેપીનું લક્ષ્ય છે.

તાજેતરમાં જ વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉપરાંત વડાપ્રધાનનું વતન પણ છે જેથી ફરવાલાયક સ્થળોમાં ગણના થાય અને હેરીટેજ ક્ષેત્રે નવી નામના મેળવે તે દિશામાં બેજેપી અહીં આગળ વધી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત પાટણ, બનાસકાંઠા, ખેડબ્રહ્મા સહીતના વિધાનસભા મત વિસ્તારની અંદર કોંગ્રેસે સીટો મેળવી હતી અને તેના કારણે બીજેપીને નુકશાન ગયું હતું ત્યારે આ વખતે કાર્યકર્તાઓ અને પ્રભારીઓને ઉત્તર ગુજરાત પર ફોકસ કરવા કહ્યું છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત કે જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ પરંપરાગત આદિવાસી મતબેન્કો પર રહ્યું છે ત્યારે આ મતબેન્ક પર સૌ કોઈ પાર્ટની નજર છે ત્યારે બીજેપી વિવિધ મોરચાના આગેવાનો, પ્રભારીઓ, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સાથે રાખીને વિવિધ કાર્યક્રમો કરવાની દિશા તરફ આગળ વધી રહી છે. રાજ્યમાં આદિવાસી 15 ટકા વોટર્સ છે જેમાં મોટાભાગના દક્ષિણ ગુજરાત અને અંબાજી વિસ્તારના ઉત્તર ગુજરાતના આદિવાસી વોટર્સ છે જેથી ઉંમર ગામથી અંબાજી સુધીનો આ પટ્ટો બીજેપીની મોટી વોટ બેન્ક બને તેવું બીજેપી ઈચ્છે છે માટે આ બન્ને ક્ષેત્રો પર ફોકસ કરવા માટે ચિંતન શિબિરમાં કેન્દ્રીય નેતૃત્વએ સૂચવ્યું હતું ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમના ગઢ બને તેવું વિવિધ રાજકીય પાર્ટીઓ ઈચ્છી રહી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!