દેશ આઝાદ થયો એને 75 વર્ષના વ્હાણા વીતી ગયા હોવા છતાં આજદિન સુધી ગુજરાતનું એક એવું ગામ છે કે ત્યાં હજુ પણ લોકો વીજળી વિના અંધકાર મય જીવન વિતાવી રહ્યા છે

Date:

Share

દેશ આઝાદ થયો એને 75 વર્ષના વ્હાણા વીતી ગયા હોવા છતાં આજદિન સુધી ગુજરાતનું એક એવું ગામ છે કે ત્યાં હજુ પણ લોકો વીજળી વિના અંધકાર મય જીવન વિતાવી રહ્યા છે એ ગામમાં જવા રોડ રસ્તાની સુવિધાઓ નથી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કે ના આજના આધુનિક યુગમાં મોબાઈલના ટાવરની ફેસેલીટી. કયું છે આવું ગામ જોઈએ

 

આ છે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ખાંભા ગીરના છેવાડાનું ભાણીયા ગામ.
1200 ની વસ્તી ધરાવતા આ ભાણીયા ગામની કરમની કઠણાઈ એ છે કે જંગલ વિસ્તાર અંદર  આ ગામ આવ્યું હોવાથી વનવિભાગના જડ કાયદાઓને કારણે આજ દેશ આઝાદ થયા ના 75 વર્ષ વીત્યા બાદ પણ હજુ ભાણીયા ગામના ગ્રામજનો દયાજનક સ્થિતિમાં જીવી રહ્યા છે.ભાણીયા ગામ શરૂ થવાના કિલોમીટર દૂરથી જ વનવિભાગની બોર્ડર આવી જાય છે જેથી રોડ રસ્તો બનવાની પરવાનગી મળતી નથી તો જંગલ વિસ્તારમાંથી રોડ રસ્તો ન બનતો હોય ત્યાં નર્મદા ના પાણીની પાઇપ લાઇન તંત્ર નાખવા દેતી નથી તો ગામમાં આજદિન સુધી વીજળી પણ ન હોવાથી ભાણીયા વાસીઓ અંધકાર મય જીવન જીવી રહ્યા છે..

ભાણીયા ગામમાં પીવાના પાણીનો એકમાત્ર સોર્સ કૂવો હોય ને આખું ગામ કુવાના પાણી અવેડા મા નાખીને ત્યાં પશુઓ પાણી પીવે ત્યાંથી પીવાનું પાણી ભરીને ઘર સુધી પહોંચે છે તો પશુ પાલન અને ખેતી કરતા ભાણીયા ગામના સ્થાનિકો જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિહોણા હોય ને કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન ને લઈને ભાણીયા ગામની મહિલાઓ અને ભણવાની ઉંમરે નાની બાળાઓ અને દીકરીઓ માથે હેલ બેડાઓ લઈને ડંકીએ પાણી ધમતી જોવા મળી હતી તો એક જ અવેડાને કારણે મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે ને સરકાર સામે એકમાત્ર નર્મદા નું પાણી મળે તો જગ જીતી ગયા હોવાનો વસવસો વ્યક્ત કરતી હતી


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!