વાઈરલ વિડીયો ખેડૂત નેતા રાકૈશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી
દિલ્હીમાં ખેડૂતોના આંદોલન ના અગ્રણી ચહેરા રાકેશ ટિકૈત પર બેંગલુરુ પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં કાળી શાહી ફેંકવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે બેંગલુરુમાં આજે લગભગ એક ડઝન લોકો પ્રેસ મીટિંગમાં ઘૂસી ગયા હતા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત ભારતીય કિસાન યુનિઓન લીડર રાકેશ ટિકેટ પર શાહી ફેંકી હતી. જ્યારે તેમના પર શાહી ફેંકવામાં આવી ત્યારે તેઓ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. મીડિયા સંબોધન દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પાસે એક જૂથ ઘસી આવ્યું હતું. જેમણે ટિકૈત પર શાહી ફેંકી હતી. આ ઘટના બાદ ઘટનાસ્થળે હંગામો મચી ગયો હતો અને ખુરશીઓ વડે મારામારી પણ જોવા મળી હતી. ટિકૈટે રદ કરાયેલ કૃષિ કાયદાઓ સામે સ્ટિંગ ઓપરેશન વિશે વાત કરવા માટે પ્રેસ મીટ બોલાવી હતી જેમાં કર્ણાટકના એક ખેડૂત નેતા કથિત રીતે પૈસાની માંગણી કરતા પકડાયા હતા. વાઈરલ વિડીયો માં ખેડૂત નેતા રાકૈશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી ખેડૂતો માં ભારે રોસ ની લાગણી સવાઈ ખેડૂત નેતા પર શરમજનક ઘટના બનેલ છે જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું ખેડૂતો જણાવી રહિયા છે.