હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાના નિર્ણયને લઈ, આ SPG આગેવાન થયા નારાજ કહી આ વાત

Date:

Share

પાટીદાર સમાજ ક્યારેય માફ નહીં કરે એસપીજી આગેવાન લાલજી પટેલે કહ્યું હતું

 

હાર્દિક પટેલ આગામી બીજી જૂને કમલમ ખાતે બપોરે 12 વાગ્યે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આ દરમિયાન પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સી.આર પાટીલ અને મુખ્યમંત્રીની હાજરી પણ વિશેષ રહેશે ત્યારે હાર્દિક પટેલના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા ને લઈને કેટલાક પાટીદારો પણ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે.

પાટીદાર સમાજ ક્યારેય માફ નહીં કરે એસપીજી આગેવાન લાલજી પટેલે કહ્યું હતું. વધુમાં કહ્યું કે આપણી લડાઇ જે હતી એ ભાજપ સામે ની હતી. મુદ્દા માટેની લડાઇ હતી આ કોઈ કોંગ્રેસ કે ભાજપમા જોડાવા ની લડાઇ નહોતી. તમે કોંગ્રેસમાં ગયા પછી પણ કંઈ નથી કર્યું, ત્યારે ભાજપ સામે લ લડાઇ છે ત્યારે 14 ભાઈઓને ન્યાય નથી મળ્યો.
 હજારો યુવાનોને ન્યાય નથી મળ્યો, એવી પાર્ટી તમે જોઈન કરો છો કે જેની સામે તમે અત્યાર સુધી બાયો ચડાવી ને બોલ્યા હતા ત્યારે તમે કેવી રીતે પાટીદાર સમાજને ન્યાય અપાવશો તેમ કહી હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા હતાં
ભાજપમાં જોડાવાના હાર્દિકના નિર્ણયથી પાટીદારોમાં નારાજગી જોવા મળી છે. લાલજી પટેલ બાદ વરૂણ પટેલે કહ્યું હતું કે ભાજપ નો કાર્યકર માયકાંગલો નથી ભાજપના કાર્યકરો ભાઈનો સ્વીકાર નહીં કરે તેમ વરૂણ પટેલે જણાવ્યું હતું.
 હાર્દિક એ અંગત સ્વાર્થ ખાતર ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે તેમ ગીતા પટેલે જણાવ્યું હતું. પાટીદાર સમાજ હાર્દિક ને સમર્થન નહીં આપે તેવું પણ લાલજી પટેલે કહ્યું હતું.

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!