નવસારીમાં પાણી ઓસરતાં રોગ ચાલો ન ફેલાય તે માટે તંત્ર એક્શનમાં,ઠેક-ઠેકાણે સાફ-સફાઈ અને દવાનો છટકાવ શરુ કરાયો

Date:

Share

લોકોના સ્વાસ્થ્યની જાળવણી થાય અને રોગચાળો ન ફેલાય તે પ્રકારની કામગીરી હાલ કરાઈ રહી છે.

નવસારીમાં પડેલા ભારે વરસાદને કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.અનેક વિસ્તારોમાં પાણીં ભરાઈ જવાને કારણે લોકોની સ્થિતિ કફોડી બની હતી.હાલ ચોમાસાના માહોલ અને પાણી ભરાયેલા રહેવાને કારણે અનેક વિસ્તારોમાં ગંદકી યુક્ત માહોલ છવાયો હતો.શેરી-ગલ્લી મહોલ્લાઓમાં પાણીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય પણ વધુ છે અને જેના કારણે લોકોને મુશ્કેલી પડી શકે છે.તેવામા લોકોને મચ્છરોનો વધતો ઉપદ્રવ તેમજ અન્ય જીવ જંતુનોને કારણે મુશ્કેલી ન સર્જાય તે માટે પ્રશાસન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર નવસારી પંથકના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરવાને કારણે ઝડપભેર સફાઈ અભિયાન સ્થાનિક પ્રશાસન દ્વારા શરુ કરવામાં આવ્યું છે.પૂર ગ્રસ્ત વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાઓ પર ટીમો બનાવીને રોગ ચાલો ન ફેલાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.ક્યાંક સ્થાનીય પ્રશાસન દ્વારા ગંડકકી દૂર કરવા માટે જીસીબી તેમજ સફાઈ કર્મીઓની મદદથી સફાઈ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ જે વિસ્તારોમાં ગંદકી,કાદવ કીચડ અને પાણીં ભરાયેલા છે તેની પણ સાફ સફાઈ કરાઈ રહી છે.તેમજ કોઈ જીવ જંતુઓ તેમજ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે દવાઓનો છટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.તેવામાં પ્રશાસન દ્વારા હાલ પાણીના ઓસર્યા બાદ ધમાધમ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અહીં નવસારીમાં આવેલ બાલાપીર દરગાહ દશેરા ટેકરી વિસ્તાર અને વિજલપોર નગરપાલિકામાં કામગીરી કરવામાં આવી છે.અન્ય વિસ્તારોમાં પણ જે અસરગ્રસ્ત છે ત્યાં કામગીરી કરી અને લોકોના સ્વાસ્થ્યની જાળવણી થાય અને રોગચાળો ન ફેલાય તે પ્રકારની કામગીરી હાલ કરાઈ રહી છે.

 

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!