સમગ્ર રાજ્યમાં જયારે ચોમાસા રૂતુઓનો માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ભાવનગર જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદતી આગાહીના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભાવનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અગમચેતીતા પગલા રૂપે એન.ડી.આર.એફની એક કંપનીને ભાવનગર બોલાવી તેને હાલ સ્ટેન્ડ બાય તરીકે સખવામાં આવી છે. જેમાં જો કોઈ વિસ્તારમાં વરસાદના કારણે વિષમ પરિસ્થિતિ સર્જાય તો આ ટીમ ત્યાં પહોચી તમામજરૂરી મદદ માટે જોડાશે. ભાવનગર જીલ્લામાં હાલ મેઘમહેર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે. હાલ રાજ્યના અનેક વિસ્તારો અને તેમાં પણ સોરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ આવી ગયું છે જેમાં ભાવનગર ખાતે એન.ડી.આર.એફ ની કંપતીને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જીલ્લાના કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદ કે પુરની સ્થિતિ સર્જાય તો કોઈ મોટી જાનહાની ના થાય તે માટે ભાવનગર વહીવટીતંત્ર પણ અગમચેતીના ભાગરૂપે તમામપ્રકારની આપત્તિને પહોચી વળવા માટે તૈયાર છે, જેના ભાગ રૂપે ભાવનગર જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એત.ડી.આર.એફની ટીમને ભાવનગરમાં તૈનાત કરી દેવામાં આવી છે. જો કે હાલ ભાવનગરમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ જે પ્રમાણે મેઘાવી માહોલ સોરાષ્ટ્રમાં જામી રહ્યો છે તે જોતા ભાવનગર વહીવટી તંત્ર હારા અગમચેતીના ભાગ રૂપે આ ટીમતે બોલાવી તેને સ્ટેન્ડ બાય રાખી છે ભારે વરસાદની આગાહીને લઈને ભાવનગરમાં વરસાદ કે ઉપરવાસના વરસાદના કારણે ભાલ પંથક કે નદી કાંઠાના અને દરિયા કિનારાના વિસ્તારોમાં કોઈ પુરની પરિસ્થિતિ સર્જાય તો બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની એક ટુકડી તમામજરૂરી સાધનો સાથે તેયાર રાખવામાં આવી છે. જેમાં તેઓ એમ.એફ.આર, સી.એસ.એસ.આર, એફ.ડબલ્યુ.આર જેવી બચાવ સામગ્રી સાથે તેઓ ભાવનગર આવી પહોચ્યા છે અને તંત્રતા અધિકારીઓ સાથે બેઠક યોજી જીલ્લાના વિસ્તારોની સ્થિતિ પણ નજર રાખી રહ્યા છે અને કલેક્ટરના આદેશ અનુસાર તેઓ કોઈપણ જગ્યાએ પહોચી બચાવ કાર્યમાં જોડાશે ભાવનગર આવેલી એનડીઆરએફ ટીમે સિહોરની ખાતે મુલાકાત લીધી હતી અને કેટલાક નીચાણવાળા વિસ્તારોની વિઝીટ કરી લોકોને માહિતગાર ક્યાં હતા.
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
સમગ્ર રાજ્યમાં જયારે ચોમાસા રૂતુઓનો માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ભાવનગર જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે
Date: