સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો કરતા હોય છે પરંતુ આ જ સોશિયલ મીડિયા દ્વારા કોઈને બદનામ કરવામાં આવે ત્યારે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થતી હોય છે તેવી જ એક ઘટના સામે આવી છે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં……

Date:

Share

ફેસબુક એકાઉન્ટ ઉપરથી લુણાવાડાના ધારાસભ્ય તેમજ ભાજપના અન્ય નેતાઓ વિરુદ્ધ પોસ્ટ કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે……

 

લુણાવાડા પોલીસ મથકના કે જ્યાં ધારાસભ્ય તેમજ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટ કરનાર આરોપીને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. Facebook ઉપર મહિસાગર નો વાઘ બબન નામના ફેસબુક એકાઉન્ટ ઉપરથી લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તેમજ ભાજપના મહામંત્રી રાવજીભાઈ અને પ્રદિપસિંહ વિરુદ્ધ facebook ઉપર પોસ્ટ કરી હતી જેમાં ધારાસભ્યને ભ્રષ્ટાચારી અને હપ્તાખોર કહ્યા હતા. આ બાબતે લુણાવાડા પોલીસ મથકમાં વર્ષ 2021 માં ફરિયાદ પણ નોંધાઈ હતી લુણાવાડાના નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર દક્ષેશ કુમાર કિર્તીભાઈ પટેલિયા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ધારાસભ્ય તેમજ ભાજપના નેતાઓ વિરુદ્ધ તેમની પ્રતિષ્ઠા ને નુકસાન થાય તેવી પોસ્ટ કરનાર ફેસબુક એકાઉન્ટ ના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે લુણાવાડા પોલીસ તો તપાસ કરતી હતી પરંતુ પોલીસના હાથે કંઈ ના લાગતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ એકાઉન્ટ ઓપરેટ કરનાર આરોપી નિરવ હિતેશકુમાર જોશી નામના આરોપીની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ સોશિયલ મીડિયા નો દુરુપયોગ કરી અને કોઈની પ્રતિષ્ઠા ને નુકસાન પહોંચે તેવી પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!