નર્મદાની સાથે ભરુચ જિલ્લાની અંદર અતિવૃષ્ટીમાં ખેતીના પાકનો સર્વે કરાશે

Date:

Share

અતિવૃષ્ટીના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે કેટલાક ખેતરોમાં હજૂ પણ પાણી જોવા મળી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટીના કારણે ખેતીના પાકને પારાવાર નુકશાન થયું છે ત્યારે ભરુચ જિલ્લાનો કેટલોક ભાગ પણ અફેક્ટ થયો છે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ભરુચ જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ખેતીના પાકને નુકશાન થતા સર્વેની કામગિરીના આદેશ આપ્યા છે. અતિવૃષ્ટીના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે કેટલાક ખેતરોમાં હજૂ પણ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ખેતીના પાક સામે થયેલા નુકશાનમાં સરકારટ વળતર ચૂકવશે. જો કે, એ પહેલા સર્વેમાં કેટલું નુકશાન થયું છે. તેની સમીક્ષા પણ કરવામાં આવશે. ખાસ કરીને અગાઉ અતિવૃષ્ટીમાં તાઉતેમાં પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર સર્વેના આધારે વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હતું.

 

ત્યારે આ વખતે પણ ભરુચ જિલ્લાના નર્મદા આસપાસના કેટલાક વિસ્તારોમાં આ સર્વેની કામગિરી કરવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને ભરુચ સિવાય અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ આ સર્વેની કામગિરી કરવામાં આવી રહી છે. વરસાદની અસર ભરુચ જિલ્લામાં પણ નર્મદા વિસ્તારની જેમ કેટલાક ભાગોમાં ખેતીના પાક પર થઈ છે. જેથી આ જિલ્લાના કેટલાક ભાગને સમાવાયો છે. ખેડૂતોને સહાય કરવા માટે જુદી-જુદી યોજનાઓના માધ્યમથી સહાય કરવામાં આવશે. જો કે, સર્વેનો અહેવાલ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે કે, એસડીઆરએફના નિયમો આધારીત સહાય ચૂકવવી કે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત આપવી તે બાબતે સર્વે બાદ જ નિર્ણય લેવામાં આવશે. અત્યારે ખેતીવાડી જિલ્લા અધિકારી દ્વારા સર્વેની કામગિરી કરવામાં આવી રહી છે. જે માટે જુદી-જુદી ટીમો અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવશે.

 

ગુજરાતમાં આ વિસ્તારોમાં સર્વેની કામગિરી સોંપાઈ 

 

ભરુચ સિવાય દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ સહીતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુર , નર્મદામાં અત્યારે સર્વે ચાલી રહ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ ખેતીના પાકોને નુકશાન થયાના અહેવાલને પગલે સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારોમાં ભરુચનો પણ રાજ્યભરમાંથી નુકશાનીના સર્વે શરુ કરાયો છે. 

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!