નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ 1082 મિ.મિ. વરસાદ નોંધાયો

Date:

Share

નર્મદા જિલ્લામાં આજે સવાર સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ નાંદોદ તાલુકામાં-14 મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-5 મિ.મિ. વરસાદ નોંધાયો છે

 

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૧૪ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-5 મિ.મિ. વરસાદ નોંધાયો છે. મોસમના કુલ વરસાદમાં 1366 મિ.મિ. વરસાદ દેડીયાપાડા તાલુકામાં પડ્યો છે. નર્મદા જિલ્લામાં આજે સવાર સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ નાંદોદ તાલુકામાં-14 મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-5 મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં-12 મિ.મિ, દેડીયાપાડા તાલુકામાં–7 મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં-6 મિ.મિ. વરસાદ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ- 1082 મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

 

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-1366 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-1140 મિ.મિ.

સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો-1064 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-926 મિ.મિ. સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-914 મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

 

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-121.56 મીટર, કરજણ ડેમ- 106.70 મીટર, નાના કાકડીઆંબા ડેમ-187.10 મીટર, ચોપડવાવ ડેમ-187.43 મીટર અને નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેની ગેજ લેવલ 15.15 મીટરની સપાટી રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!