આ વર્ષે નર્મદા તેની ભયજન સપાટી ક્રોસ કરે તો નવાઈ નહીં, 1 લાખ ક્યુસેક થઈ આવક, જાણો કેટલી સપાટી વધી

Date:

Share

નર્મદા ડેમની સપાટી જે ગઈકાલે 120.52 મિટરની હતી અત્યારે 121.71 મીટર પર આ સપાટી પહોંચી.

 

નર્મદા જિલ્લામાં આ વખતે ભારે વરસાદ પડ્યો છે જેના કારણે ઠેર ઠેર ડેમો ભરાઈ રહ્યા છે. ત્યારે નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી ડેમ ધીમેધીમે તેની સપાટી તરફ ભરાઈ રહ્યો છે. ખાસ કરીને આ વર્ષે નર્મદા ભયજનક સપાટી ક્રોસ કરે તો નવાઈ નહીં કેમ કે, મધ્યપ્રદેશમાં વરસાદ પડતા નર્મદામાં અત્યારે પાણી છોડવામાં આવ્યું છે. જેથી મધ્યપ્રદેશમાં વરસાદના કારણે ઉપરવાસમાં આવતું પાણી ડેમમાં વધ્યું છે. વધુ વરસાદ પડે તો નર્મદા ડેમ મહત્તમ 138.68 મીટરે પણ પહોંચી શકે છે. તેવી ધારણા પણ લગાવી શકાય છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ડેમો અત્યારે પાણીથી છલકાઈ રહ્યા છે. પાણીના કારણે કેટલાક ડેમોમાં પાણીની આવક થતા પાણી છોડવામાં આવી રહ્યું છે.

ત્યારે નર્મદામાં પણ ધરખમ વધારો થયો છે.

 

– 1 દિવસમાં 1.5 મિટરનો વધારો

નર્મદામાં અત્યારે 1.5 મિટરનો ધરખમ વધારો થયો છે. ફક્ત એક જ દિવસમાં આ ધરખમ વધારો થયો છે. જેના કારણે ભારે આવક મધ્યપ્રદેશમાં વરસાદથી થઈ રહી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ હતો જ અને ઉપરવાસના કારણે

નર્મદા ડેમની સપાટી જે ગઈકાલે 120.52 મિટરની હતી અત્યારે 121.71 મીટર પર આ સપાટી પહોંચી છે. આ ડેમમાં વધુ આવક થાય તેવી શક્યતા છે.

 

 

– 1 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ

મધ્યપ્રદેશમાં વરસાદ થતા પાણીની આવક વધી છે. 1 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે સપાટી વધતા ભયજન સ્થિતિ સુધી પહોંચવાનો અંદાજ છે. આથી રીવરબેટ પાવર હાઉસનુ યુનિટ શરુ કરાયું છે.

જળ સપાટી વધતા વીજ ઉત્પાદન પણ શરુ થઈ ગયું છે. ચોમાસું જૂન 20થી સક્રીય થયું છે ત્યારે હજૂ વરસાદની વધુ આગાહી કરાઈ છે જેથી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડતા આ સપાટીમાં વધારો થશે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!