આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતી કાલે ગુજરાતમાં કરશે મોટો વાયદો

Date:

Share

સુરતમાં આવતી કાલે 8.30 વાગે એરપોર્ટ પર આવશે. સુરતમાં પ્રેસ મીડિયાને સંબોધન કરી વીજળી મૂદ્દે વાયદારુપે ઘોષણા કરી શકે છે.

 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત ફરી આવતી કાલે છે ત્યારે તેમની ગુજરાત મુલાકાત સુરતમાં આ વખતે વિશેષ બને તેવી સંભાવના છે. વીજળી મામલે અરવિંદ કેજરીવાલ મોટી જાહેરાત કરી શકે છે. કેમ કે, અગાઉ વીજળીના લઈને કરેલા વાયદાઓ આપ પાર્ટીએ દિલ્હીમાં અને પંજાબમાં નિભાવ્યા છે. ત્યારે આ મામલે ગુજરાતમાં પણ મોટું વચન વીજળી મામલે અરવિંદ કેજરીવાલ આપી શકે છે. સુરતમાં આવતી કાલે 8.30 વાગે એરપોર્ટ પર આવશે. સુરતમાં પ્રેસ મીડિયાને સંબોધન કરી વીજળી મૂદ્દે વાયદારુપે ઘોષણા કરી શકે છે.

 

જો કે, ગત વખતે અમદાવાદની મુલાકાત દરમિયા તેમને આ મામલે કેટલાક સંકેતો આપ્યા હતા અને કહ્યું હતું કે, ગુજરાતમાં પણ 24 કલાક વીજળી મળશે તમારે શરત એટલી છે સરકાર બદલવી પડશે. ફ્રી વીજળી આપવામાં આવશે. આ સાથે તેમને કહયું કે, ગુજરાતમાં વીજળીની સમસ્યાનું સમાધાન લઈને આવીશું અને ગાંધી અને સરદારનું ગુજરાત ફરીથી મળીને બનાવીશું. તેવું તેમણે અમદાવાદના કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા કહ્યું હતું. 

 

તેમને આ સાથે ગત વખતે દિલ્હીમાં વીજળીને ધ્યાનમાં રાખીને કહ્યું કે, 7 વર્ષથી વીજળીનો રેટ નથી વધ્યો, પૈસા બચાવી, ભ્રષ્ટાચાર બંધ કરી અમે વીજળીમાં સબસિડી આપી છે. જ્યારે દિલ્હીમાં વીજળી ફ્રી થઈ ત્યારે બધા નેતાઓ કહેવા લાગ્યા, દિલ્હી નાની જગ્યા છે મોટા સ્ટેટમાં ના થઈ શકે આજે પંજાબમાં પણ કરી દીધી છે. તેમ કહી ગુજરાતમાં વીજળી મામલે સંકેતો આપ્યા હતા આ સાથે ગુજરાતમાં વીજળી બિલ વધુ આવવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. 

ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલની દક્ષિણ ગુજરાતમાં ભરુચ બાદની આ બીજી મુલાકાત સૂરતમાં છે. જો કે, આ પહેલા અરવિંદ કેજરીવાલના અમદાવાદ, રાજકોટમાં કાર્યક્રમો થઈ ચૂક્યા છે. છેલ્લો કાર્યક્રમ પણ અમદાવાદમાં જ યોજવામાં આવ્યો હતો. 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!