Date:

Share

અંકલેશ્વર ના ખરોડ ની પબ્લીક સ્કૂલ ખાતે  પોલીસ દ્વારા ઈ એફઆઈઆર અંગે સેમીનાર યોજાયોઅંકલેશ્વર ના ખરોડ ની પબ્લીક સ્કૂલ ખાતે પોલીસ દ્વારા ઈ એફઆઈઆર અંગે સેમીનાર યોજાયો

અંકલેશ્વર ના ખરોડ ગામની પબ્લિક સ્કૂલ ખાતે રૂરલ પોલીસ દ્વારા  ઈ એફઆઈઆર અંગે ની માહિતી પુરી પાડવા માટે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં  ઉપસ્થિત સ્કૂલ ના વિદ્યાર્થીઓ અને આસપાસ ના ગામો ના આગેવાનો ને ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને પોલીસ ઇન્સ્પેકટર વી.કે ભૂતિયા દ્વારા ઈ એફઆઈઆર અંગે વિસ્તૃત માહિતી આપી હતી

રાજ્ય સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરી ના કિસ્સામાં સીટીઝન પોર્ટલ  અથવા સીટીઝન ફસ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકો ના હિત માં ઈ એફઆઈઆર ની સુવિધા આપવા નો જન કલ્યાણલક્ષી નિર્ણય લઇ ગત તા 23 મી જુલાઈ ના રોજ  કેન્દ્ર ના ગૃહ મંત્રી અમિતભાઇ શાહ  દ્વારા ઈ એફઆઈઆર  સિસ્ટમ નો  પ્રારંભ કરાવ્યો હતો.નાગરિકો ને  ઈ એફઆઈઆર અંગે  વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા સેમિનાર નું આયોજન કર્યું છે  ત્યારે અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા અંકલેશ્વર તાલુકા ના ખરોડ ગામની પબ્લિક સ્કૂલ ખાતે ઈ એફઆઈઆર અંગે ની જાણકારી માટે અંકલેશ્વર ના ડીવાયએસપી ચિરાગ દેસાઈ  ની અધ્યક્ષતા હેઠળ એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં ,રૂરલ પોલીસ મથક ના પી આઈ વી કે ભૂતિયા  સહીત પોલીસ કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા  આ સેમિનાર માં  સ્કૂલ ના વિદ્યાર્થીઓ ,બીએડ કોલેજ ની વિદ્યાર્થીનીઓ અને આસપાસ ના ગામો ના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ દ્વારા  ઈ એફઆઈઆર  ઓનલાઈન  થકી વાહન ચોરી કે મોબાઈલ ચોરી અંગે  ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે.

એફઆઈઆર  નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરિયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને  ઇ મેઇલ  અથવા તો એસએમએસ થી કરવામાં આવશે. સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ  ઇ મેઇલ  અથવા તો એસએમએસ દ્વારા જાણ કરાશે, જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.આ રીતે ઈ એફઆઈઆર  ઓનલાઈન સેવા થકી  નાગરિકોને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવાની જરૂર નહીં રહે  તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

 

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!