મહારાષ્ટ્રમાં ઘટી હચમચાવતી ઘટના, 11 વર્ષની બાળકી સાથે 9 લોકોએ આચર્યું દુષ્કર્મ

Date:

Share

આ ઘટનાનો ખુલાસો હત્યાના કેસની તપાસ દરમિયાન થયો હતો. આ માહિતી નાગપુર ગ્રામીણની એસડીઓપી પૂજા ગાયકવાડે આપી હતી

 

મહારાષ્ટ્રના ઉમરેદમાં 11 વર્ષની બાળકી પર 9 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ તમામની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના માતા-પિતા મજૂર છે અને મુખ્ય આરોપી સગીર છોકરીના ઘર પાસે રહે છે.

 

આ ઘટનાનો ખુલાસો હત્યાના કેસની તપાસ દરમિયાન થયો હતો. આ માહિતી નાગપુર ગ્રામીણની એસડીઓપી પૂજા ગાયકવાડે આપી હતી. પીડિતા પર એક મહિનામાં ઘણી વખત સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ઉમરેડ નાગપુર શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર છે. આ ઘટના 19 જૂનથી 15 જુલાઈ વચ્ચે બની હતી.

 

નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર, શુભમ દામડુ હત્યા કેસનો મુખ્ય આરોપી રોશન કરગાંવકર પણ આ કેસમાં મુખ્ય આરોપી છે. ચાર દિવસ પહેલા નાગપુરના ઉમરેડમાં શુભમ ભોજરાજ દામડુ નામના યુવકની બે લોકોએ હત્યા કરી હતી. આ કેસમાં રોશન સહિત બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન, 11 વર્ષની બાળકી પર આરોપી રોશન અને તેના 8 સહયોગીઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

 

પીડિતા ધોરણ 8માં કરે છે અભ્યાસ

 

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા ધોરણ 8માં અભ્યાસ કરે છે. આરોપી રોશન તેને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં રોશન અને તેના મિત્રોએ તેની સાથે વારાફરતી બળાત્કાર કર્યો. આ પછી તેને 300 રૂપિયા આપવામાં આવ્યા અને ધમકી આપી કે આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!