ગુજરાતમાં દારુબંધી એ ભ્રષ્ટાચારનો અડ્ડો, સસ્પેન્ડ પોલીસ અધિકારીઓને નહીં કેબિનેટ મિનિસ્ટ્રીને કરવી જોઈએ – પૂર્વ સીએમ

Date:

Share

અનુભવને આધારે કહેવા માગુ છું કે, દારુબંધી કાઢી નાખવી જોઈએ.

 

આજે શંકરસિંહ વાઘેલાએ તેમના નિવાસસ્થાને બેઠક બોલાવી હતી. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો દારુ મામલે ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યા હતા. દારુકાંડ મામલે શંકરસિંહ વાધેલાએ કહ્યું હતું કે, દારુ પીને મરવાવાળા એ ગુજરાતમાં પહેલીવાર બન્યું નથી. દારુબંધી ભ્રષ્ટાચારનો અડ્ડો છે. દારુમાં ગુજરાતની બહેનો વિધવા થઈ રહી છે. અગાઉ લઠ્ઠાકાંડ બનતા રહ્યા છે. અનુભવને આધારે કહેવા માગુ છું કે, દારુબંધી કાઢી નાખવી જોઈએ. આવકમાંથી આ રકમ કેવી રીતે કામ આવે તે બાબતે વિચારવું જોઈએ. 

અત્યારે પોલીસના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જગ્યાએ કેબિનેટ મિનિસ્ટ્રીને સસ્પેન્ડ કરવી જોઈએ. જવાબદાર તો રાજ્યનો વડા હોય છે. અધિકારીઓ તો સામાન્ય વહીવટના અધિકારીઓ હોય છે. હપ્તા પર તમારો કંટ્રોલ નથી. એટલા માટે આ નિતીનો વિરોધ કરું છું. આ દિશામાં ગુજરાતની પ્રજાનો કરોડોનો કારોબાર બીજા રાજ્યોમાં થઈ રહ્યો છે. ઉડતું ગુજરાત બની રહ્યું છે. લાખો કરોડોનો વેપાર ખોટા ખિસ્સામાં જઈ રહ્યો છે. સરકારની તિજોરી એ જ લાખો કરોડો રુપિયા આવશે. પોલીસ કર્મીઓની જગ્યાએ માલિકોને સસ્પેન્ડ કરવા જોઈએ. શંકરસિંહ વાઘાલે ઘણા સમયથી સક્રીય રાજકારણથી દૂર છે ત્યારે અગાઉ તેમનો દારુકાંડ મામલે તાજેતરમાં જ વીડિયો બહાર આવ્યો હતો ત્યારે ફરી તેઓે આ મામલે ઉગ્ર બનતા જોવા મળ્યા હતા.

 

– 27 વર્ષથી એકધારુ શાસન, ધારાસભ્ય એમપીનું વજુદ નથી રહ્યું 

શંકરસિંહ વાઘાલાએ કહ્યું કે,છેલ્લા 27 વર્ષથી એક જ પાર્ટીનું શાસન હોય. ધારાસભ્ય એમપીનું વજુદ ના હોય. ત્યારે 2021માં પ્રજાશક્તિ પાર્ટીનું રજીસ્ટ્રેશનચ કરાવ્યું હતું. લોન્ચ કરવાનો સવાલ આવ્યો ત્યારે અહેમદભાઈ પટેલ સાથે વાત થઈ હતી અને એ સમયે તેઓ સીરીયસ હતા અને તેમના મૃત્યુ બાદ કામકાજ ચાલું રાખ્યું. કોંગ્રેસના મિત્રો સાથે વાતચીત ચાલું રાખી છે. આ બધાના નિર્ણયનો કોમન અભિપ્રાય શું હોય તે બાબતે ચર્ચા આજે કરાશે. કોંગ્રેસની આજની સ્થિતિ, અમારા મિત્રોનો જે ઓપિનીયન હોય તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!