નિકોરામાં ફાર્મ હાઉસમાં થયેલા કાંડને ખુલ્લું પાડવા આમ આદમી ઉતર્યું મેદાનમાં.

Date:

Share

નિકોરામાં ફાર્મ હાઉસમાં થયેલા કાંડને ખુલ્લું પાડવા આમ આદમી ઉતર્યું મેદાનમાં..

 

 

સત્તાધારી પક્ષના કેટલાક નેતા હોય પક્ષની મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરાય..

 

 

 

સત્તાધારી પક્ષે ફાર્મ હાઉસમાં કાંડ રચ્યું હોવાનો નનામી પત્ર સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો..

 

નનામા પત્રમાં સત્તાધારી પક્ષના કેટલાય નેતાઓના નામોનો પણ ઉલ્લેખ…

 

ભરૂચ જિલ્લામાં પૂર્વ પટ્ટીના નિકોરા ગામના એક ફાર્મ હાઉસમાં સત્તાધારી પક્ષના નેતાઓએ પક્ષની જ મહિલાઓને સદસ્યતા અભિયાન અને સંગઠનની મિટિંગના બહાને લઈ જઈ કાંડ રચ્યો હોવાનો પત્ર સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બનતા સમગ્ર પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ થાય અને આવું કૃત્ય આચરનારા નેતાઓની શાન ઠેકાણે પાડવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

 

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના નિકોરા ગામમાં સત્તાધારી પક્ષના એક કાર્યકરના ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી મરઘી પાર્ટી અને રંગરંગરેલીયા પાર્ટી થઈ હોવાના આક્ષેપ અંગેનો એક પત્ર સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આ ફાર્મ હાઉસમાં સત્તાધારી પક્ષે પક્ષની જ મહિલાઓને સદસ્યતા અભિયાન અને સંગઠન અંગેની મીટીંગના બહાને લઈ જાય તેમની સાથે દુષ્કર્મ આચાર્યો હોવાના આક્ષેપ નનામી પત્રમાં થયા છે તણખો થયો છે એટલે આગ તો લાગી જ હશે..? આ મુદ્દાને લઇ સોશિયલ મીડિયા ઉપર સતત રાજકીય નેતાઓમાં સર્જી રહ્યું છે ફાર્મ હાઉસમાં કાંડ પણ થયો હશે પરંતુ જ્યાં સુધી પીડીતા ફરિયાદ કરવા તૈયાર ન હોય ત્યાં સુધી પોલીસ પણ કોઈ જ કાર્યવાહી કરી શકે તેમ નથી આ નનામાં પત્રમાં સત્તાધારી પક્ષના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરાયો છે અને જેનું નામનો ઉલ્લેખ કરાયો છે તે પણ પોતાનું મૌન તેવી બેઠા છે જેના કારણે સમગ્ર પ્રકરણ વધુ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે સમગ્ર પ્રકરણમાં પોલીસે પણ તપાસ હાથ ધરી હતી પરંતુ જ્યાં સુધી પીડીતા ફરિયાદી ન બને ત્યાં સુધી પોલીસ પણ શું કરી શકે..? રાજકીય વાતાવરણને ગરમાવો રાખવા માટે જો કોઈ માધ્યમ હોય તો તે છે સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયા સતત રાજકીય વાતાવરણ ગરમ કરી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર સતત ચર્ચાઓનો દોર રહેતા આમ આદમી પાર્ટી પણ સત્તાધારી પક્ષના આવા કૃત્ય સામે લાલઘુમ બન્યું છે અને નિકોરા ફાર્મ હાઉસમાં જો સત્તાધારી પક્ષે કાંડ કર્યું હોય તો પોલીસ જીણવટ ભરી તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગણી સાથે કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને સોશિયલ મીડિયા ઉપર ચાલતી ચર્ચાઓના સ્ક્રીનશોટ પણ પુરાવાના ભાગરૂપે રજૂ કર્યા છે

આ સંપૂર્ણ પ્રકરણમાં સત્તાધારી પક્ષોના મૌન સામે પણ વિવિધ પક્ષોમાં લેટર કાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સંપૂર્ણ ઘટનામાં કાંડ થયો પણ હોય પરંતુ જ્યાં સુધી ભોગ બનનાર ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હોય તો પોલીસ પણ શું કરી શકે.? જુઓ સોશિયલ મીડિયા ઉપર હજુ સત્તાધારી પક્ષનો લેટર કાંડ કેટલો ચર્ચામાં રહે છે


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!