ભક્તોની દશા સુધારણા દશામાની ભક્તિ ભાવપૂર્વક સ્થાપના.૧૦ દિવસ ભક્તો ભક્તિમાં થશે લીન

Date:

Share

ભક્તોની દશા સુધારણા દશામાની ભક્તિ ભાવપૂર્વક સ્થાપના. ૧૦ દિવસ ભક્તો ભક્તિમાં થશે લીન…

 

 

દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ..

 

 

 

ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારોનું મહત્વ રહ્યું છે ત્યારે અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે ત્યારે સવારથી જ ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો ભક્તિ ભાવપૂર્વક પ્રારંભ થતાં ભક્તોએ માતાજીની સ્થાપના કરી ભક્તિમાલીન બન્યા છે

 

 

 

દશામાના વ્રતને લઈ ભરૂચ જિલ્લામાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો હતો ત્યારે ગતરોજ મોડી રાત્રી સુધી ભરૂચના મૂર્તિ બજારોમાં ભક્તો માતાજીને પધરામણી કરવા માટે ઉમટી પડ્યા હતા મોડીરાત્રી એ પણ ખરીદીનો માહોલ જામતા વેપારીઓમાં પણ રોનક જોવા મળી હતી અને મોડી રાત સુધી ભક્તો ડીજેના તાલે વાજતે ગાજતે દશામાને ભક્તો પોતાના ઘરે ભક્તિ ભાવપૂર્વક લઈ ગયા હતા

 

 

 

ગુરુવારની સવારથી ભક્તોએ માં દશામાની ભક્તિ ભાવપૂર્વક સ્થાપના કરી હતી અને આરતી સાથે પૂજા અર્ચના કરી દશામાના વ્રતનું પ્રારંભ કર્યો હતો દસ દિવસ સુધી દશામાની ભક્તિમાં ભક્તો લીન બની જશે સવાર સાંજ આરતી સાથે ઉપવાસ કરી માતાજીને ભક્તો રિઝવવાના પ્રયાસ કરશે દશામાના વ્રતનો પ્રારંભ થતાં ભરૂચ જિલ્લો ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યો છે દસ દિવસ પૂજા અર્ચના બાદ ભક્તિ ભાવપૂર્વક સાથે દશામાને નર્મદા નદીમાં વિસર્જિત કરી દશામાના વ્રતની પૂર્ણ હોતી ભક્તો કરનાર છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!