અંકલેશ્વર ખાતે “ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય” ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

Date:

Share

શારદા ભવન ટાઉન હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય” ની ઉજવણી ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપની ની વિવિધ યોજના ઓ ના લાભાર્થીઓ ને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ભારત સરકાર તેમજ કેન્દ્ર સરકાર ના વિદ્યુત મંત્રાલય તેમજ રાજ્ય સરકાર ના ઉર્જા વિભાગ ના સંયુક્ત ઉપક્રમે વિધુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ પર આયોજીત “ઉજ્જવલ ભારત ઉજજવલ ભવિષ્ય” કાર્યક્રમ અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ ની અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ઉર્જાક્ષેત્રે થયેલા વિવિધ વિકાસ કાર્યો અંગે ની ટૂંકી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ગુજરાત ૨૪ કલાક વિજળી મેળવતું સરપ્લસ રાજ્ય બન્યું છે. જેના થકી ગુજરાતે વિવિધ આયામો સર કરીને નંબર એક રાજ્યની ઉપાધિ હાંસલ કરી છે. આગામી સમયમાં કચ્છમાં આકાર લઈ રહેલાં વિશ્વનાં સૌથી મોટા સોલાર પ્લાન્ટ આવનારા સમયમાં દેશ ઊર્જા ક્ષેત્રે વિરલ સિદ્ધી હાંસલ કરશે . આ ઉપરાંત દરિયાનાં મોજા આધારિત પણ વીજળી ઉત્પન્ન કરવાનો પાઈલોટ પ્રોજક્ટ દક્ષિણ ગુજરાતનાં જિલ્લામાં આગામી સમયમાં કાર્યરત થશે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેમના ગુજરાતના મુખ્યપ્રધાનપદના કાર્યકાળ માં માત્ર એક જ વર્ષમાં રાજ્યને ૨૪ કલાક વીજળી પૂરી પાડીને પોતાના દ્રઢ ઈચ્છાશક્તિ પરિચય સમગ્ર દેશને આપ્યો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ૩૦% તથા રાજ્ય સરકાર દ્વારા ૩૦% આપવામાં આવતી વિજસહાય લોકો સમક્ષ રજુ કરી.આ કાર્યક્રમ માં વીજ કંપની ની વિવિધ યોજના ના લાભાર્થીઓ ને મહાનુભાવો ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ભરત પટેલ , ડીજીવિસીએલના અધિક્ષક ઇજનેર જે એન પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા ,કેન્દ્ર સરકાર ના જિલ્લા નોડલ અધિકારી સ્મૃતિ શ્રીવાત્સવ , મામલતદાર કરણસિંહ રાજપૂત ,સહીત નગરપાલિકાના સભ્યો તથા અંકલેશ્વર વિભાગ ના વીજ કંપની ના અધિકારી અને કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!