અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગાડી નો કાંચ તોડી લાખોની મત્તા ઉપર હાથફેરો કરતા ચકચાર

Date:

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના એક કોમ્પલેક્ષ ખાતે પાર્ક કરેલ ગાડીનો કાંચ તોડી લાખોની મત્તા ની ચોરી થતા ચકચાર 

 

 

અંકલેશ્વર ખાતે ફાયરિંગ,લૂંટ અને ચોરીઓ જેવી ઘટનાઓ સતત છેલ્લા ૨૪ કલાક થી સામે આવતી જોવા મળી રહી છે,ગત રોજ બેંક માં લૂંટ તેમજ એક આર ટી આઈ એક્ટિવિસ્ટ પર ફાયરિંગ ની ઘટના બની હતી જે અંગેની શાહી હજુ સુકાઈ નથીઃ જેના ગણતરીના કલાકો માં તો અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં એક કાર નો કાંચ તોડી રૂપિયા ૩.૫૦ લાખની મત્તા ની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થતા પોલીસ વિભાગ દોડતું થયું છે, 

 

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખુશ હાઇટ્સ ખાતેના પાર્કિંગ માં પાર્ક કરેલ એક કાર ના કાંચ તોડી લાખો રૂપિયાની મત્તા ની ચોરી કરી અજાણ્યા બાઇક સવાર ઈસમો ફરાર થતા સમગ્ર ઘટના અંગેની જાણ કાર ના માલિક દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા,મહત્વની બાબત છે કે સતત અંકલેશ્વર માં ચોરીઓની ઘટનાઓ બની રહી છે જે પોલીસ ની કામગીરી ઉપર પણ સવાલો ઉભા કરી રહ્યા છે,


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!