અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દિવસે બદુક ની ધારી ટોળકીનો આતંક

Date:

Share

અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દિવસે બુકાની ધારી ટોળકીનો આતંક

 

 

બેંકમાંથી લૂંટારો ટોળકી નીકળતા બેંકની બહાર સામેના કોમ્પ્લેક્સ ઉપરથી સમગ્ર લાઈવ વિડિયો મોબાઇલમાં કેદ કરાવ્યું

 

 

 

સમગ્ર લાઈવ લુટની ઘટનામાં લૂંટારો ટોળકી અને પોલીસ વચ્ચે આમને સામને ફાયરિંગ એક લૂંટારોને ગોળી વાગી..

 

 

 

ધોળે દિવસે લૂંટની ઘટનાના પગલે જાહેર માર્ગ ઉપર અફરા તાફરીનો માહોલ

 

 

 

લુટની ઘટનાના પગલે જિલ્લા પોલીસવાળા ડોક્ટર લીના પાટીલ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે..

 

 

 

એલસીબી પીઆઇ કે.ડી મંડોડાની કામગીરી બિરદાવા લાયક લૂંટારૂ ટોળકી સામે કર્યું ફાયરિંગ.. એક લૂંટારોને પકડી પાડવામાં સફળતા..

 

 

 

ભરૂચ જિલ્લામાં ફાયરિંગની ઘટના એક જ દિવસમાં બીજી નોંધાય છે જેમાં અંકલેશ્વરના પીરામણ નાકા પાસેની યુનિયન બેન્કમાં બુકાની ધારી લૂંટારો ટોળકી દેશી તમંચા ની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં લૂંટારો ટોળકી મુદ્દા માલ લઈને જાહેર માર્ગ ઉપર થી નીકળતા જ સમયસર પોલીસ આવી જતા પોલીસ અને લૂંટારો ટોળકી વચ્ચે જાહેર માર્ગ ઉપર જ ફાયરિંગની ઘટનાના પગલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર ઘટનાનો લાઇવ વિડિયો પણ સ્થાનિકોએ મોબાઇલમાં કેદ કર્યો હતો

 

 

 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના પીરામણ નાકા નજીકની યુનિયન બેન્કમાં બુકાની ધારી લૂંટારો ટોળકી રિવોલ્વોરની અણીએ ત્રાટકી હોવાની જાણ એલસીબી પોલીસને થઈ હતી અને એલસીબી પોલીસના પીઆઇ કેડી મંડળ પોતાના સ્ટાફ સાથે સમયસર બેંક નજીક પહોંચી જતા બેંકમાંથી લૂંટની ઘટનાને અંજામ આપી મોટરસાયકલ ઉપર ભાગી રહેલા લુટાણું ટોળકીને પકડવાના પ્રયાસો કરતા હોય ફાયરિંગ કર્યું હતું જેમાં એલસીબી પોલીસે પણ સામે ફાયરિંગ કરતા લૂંટારૂ ટોળકીમાં એક લૂંટારૂને પાછળથી કમળના ભાગે ગોળી વાગી જતા તે ઢળી પડ્યો હતો અને એક ઠેલાના મુદ્દા માલ સાથે ઝડપાઈ જતા ગંભીર રીતે ગવાયેલા લૂંટારોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર લાગતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની તજવીજ આરંભી છે

 

 

 

લૂંટારૂ ટોળકી લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ સુરત તરફ રવાના થયા હોવાના પગલે બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરા પોલીસે ચકાસતા બેંકના સમગ્ર સ્ટાફને બાનમાં લઈ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ફલિત થયું હતું અને લૂંટની ઘટનામાં લૂંટારો ટોળકીના ચહેરા ઓળખવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ પણ જાણ થતા જ ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર લૂંટની ઘટનામાં ફરાર લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે લુટની ઘટનાના પગલે સમગ્ર નેશનલ હાઈવે 48 સહિતના જાહેર માર્ગો તેમજ અન્ય ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી દેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને કોઈપણ ભોગે ગણતરીની મિનિટોમાં લૂંટારો ટોળકી ઝડપાઈ જાય તેવા પ્રયાસો જિલ્લા પોલીસવડાએ કર્યા હતા

 

 

 

લૂંટારો ટોળકી એ બેંકમાં કેટલાની લૂંટ ચલાવી છે તે હજુ સામે આવ્યું નથી પોલીસ દ્વારા હાલ બેંકમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે લૂંટારો ટોળકી કેટલો મુદ્દા માલ લૂંટી ગયા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે પરંતુ બેંકની બહાર પોલીસ અને લૂંટારું ગેંગ વચ્ચે ફાયરીંગની ઘટનાના પગલે ફિલ્મી દ્રશ્યો સર્જાતા આજુબાજુના કોમ્પ્લેક્સના એક વ્યક્તિએ સમગ્ર મોબાઇલમાં વિડીયો કેદ કર્યો હતો. એલસીબી પોલીસના પીઆઇ કેડી મંડોળાઈ પોતાના જીવનું જોખમ ઊભું કરીને પણ લૂંટારો ટોળકીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ફાયરિંગની ઘટનામાં એક લૂંટારોને ગોળી વાગી જતા તે પકડાય પણ ગયો છે લૂંટારોને હોશ આવતા જ સમગ્ર લુટનો ભેદ ઉકેલાય પણ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!