ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામે ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Date:

Share

ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામે ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

 

અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

 

10 ગામના લાભાર્થીઓને સ્થળ ઉપર 13 વિભાગની 56 સેવાનો લાભ

 

અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામ તથા નવેઠા ગ્રામ્ય વિસ્તારમાં આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુમાં વહીવટીતંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી. આ વિસ્તારનાં ગંગા સ્વરુપા બહેનો, વૃધ્ધ પેન્શન, સખી મંડળ, આયુષ્માન કાર્ડથી લીધેલ લાભાર્થી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. તથા સરકારશ્રીની યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચવા જણાવ્યું હતું.

 

રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ સેવા સેતુમાં અંક્લેશ્વર તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રો અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં કંટીયાજાલ ગામની આસપાસના 10 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા હતા અને લાભાર્થીઓએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો. આ સેવા સેતુમાં આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા.

 

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

 

આ ઉપરાંત ભરૂચના નવેઠા ગામમાં પણ સેવા સેતુનો આઠમો તબક્કો યોજાયો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત હાંસોટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયત ભરૂચના સામાજિક ન્યાય સમિતના અધ્યક્ષ શ્રી, પદાધિકારીઓ, તા.પ.હાંસોટના કારોબારી અધ્યક્ષ શ્રી, જિલ્લા મહામંત્રીશ્રી, તાલુકા પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી,કલસ્તરમાં સમાવિષ્ટ ગામના સરપંચશ્રીઓ, સહિત અધિકારીશ્રીઓ ઉપરાંત લાભાર્થીઓ હાજર રહ્યા હતાં.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!