માત્ર 306 સેકંડમાં જ સમગ્ર ભરૂચની સફર વિડિયો કરાવતો રીક્ષાવાળો

Date:

Share

માત્ર 306 સેકંડમાં જ સમગ્ર ભરૂચની સફર કરાવતો રીક્ષાવાળો,

 

કલાકાર નરેશ સોંદરવાનો નવો વિડીયો છે , હું ભરૂચનો રિક્ષાવાળો

 

રીક્ષાવાળા સાથે ચાલો જોઈ લો માત્ર પાંચ મિનિટમાં જ સમગ્ર શહેર અને તેની ઝાકમઝોળ ઝાંખી

 

સોશ્યલ મીડિયા પર વીડિયો બનવતા ભરૂચના રીક્ષા ચાલક નરેશ સૌંદરવાનો વધુ એક વિડીયો થયો વાયરલ

 

ભરૂચના રીક્ષા ચાલક નરેશ સૌંદરવા દ્વારા બનાવાતા વિડીયો શહેર, જિલ્લા, રાજ્ય સાથે દેશભરમાં સોશ્યલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.

 

અગાઉનો તેમનો ગોલ્ડનબ્રિજનો વિડીયો હોય કે ભરૂચના ખાડમાં ગયેલા રસ્તા ઉપર ભરાયેલા પાણીમાં ડાન્સ. જોકે એકાદ વીડિયોમાં તેમને લોકો તરફથી અણગમાં અને નારાજગી પણ મળી હતી.

 

જોકે હવે તેઓ નવો વિડીયો લઈને આવી ગયા છે અને તેમને બનાવેલો આ વીડિયો ફરીથી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

 

કલાકાર નરેશ સોંદરવાનો નવો વિડીયો છે , હું ભરૂચનો રિક્ષાવાળો. ભરૂચને બતાવું ચાલો. હું 72 નંબરની ગાડીવાળો. એવી રીતે રીક્ષા હંકારું કે હેરત પામે ઉપરવાળો. કિશોર કુમારે ગયેલા હું અમદાવાદનો રીક્ષા વાળા ગીતને ભરૂચના ગાયકે ગાઇ 5 મિનિટ અને 6 સેકન્ડના આ વીડિયોમાં સમગ્ર ભરૂચ શહેર આવરી લેવાયું છે.

 

શહેરના નર્મદા મૈયા બ્રિજ, ગોલ્ડનબ્રિજ, નિલકંઠેશ્વર, સિદ્ધિવિનાયક, ગુરૂદ્વારા, અગિયારી, સ્વામિનારાયણ મંદિર, જોવાલાયક પ્રાચીન, ઐતિહાસિક સ્થળો અને દરેક વિસ્તાર 306 સેકન્ડમાં આવરી લઈ તમને સંપૂર્ણ ભરૂચની સફર કરાવી દેશે.

 

હાલ તો આ વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યો છે. જેમાં ભરૂચના પ્રાચીન, ઐતિહાસિક, ધાર્મિક સ્થળો સાથે પરંપરાગત મેળા, ઉત્સવો, સ્થળો અને વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. તો આ 72 નબરના ભરૂચના રિક્ષાવાળા સાથે 5 મિનિટમાં ભરૂચ શહેરની એક ફાસ્ટ ફોરવર્ડ સફરનો વિડીયો તમે પણ માણી લો. જે તમને ભારતની 8000 વર્ષ જૂની સોથી પ્રાચીન નગરીની મિનિટોમાં જ ઝાંખી કરાવી દેશે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!