ગરીબોને સસ્તા અનાજની દુકાનોમાંથી અપાતું અનાજ નબળી ગુણવત્તાવાળુ અને ધનેડાવાળુ ક્યારે બંધ થશે

Date:

Share

મીઠું નબળી ગુણવત્તાવાળુ, ઘઉંમા ધનેડા, દાળ પણ નબળી ગુણવત્તાવાળી આવતા સામાજીક કાર્યકરે તંત્ર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

 

કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા, તાલુકા ખાતે ગરીબ અને મધ્યમ પરિવાર માટે નિયત કરેલો જથ્થો ગોડાઉન સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તે જથ્થાને શહેરની સસ્તા અનાજની દુકાનોમાં નિયત કરેલ જથ્થા સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ ગરીબ અને મધ્યમ પરિવારને અપાતું અનાજ નબળી ગુણવત્તાવાળુ આપવામાં આવે છે. તેવા અનેક વખત આક્ષેપો થયા છે. આ આગાઉ છાંયાના ભાજપ અગ્રણીએ ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી. ત્યાં પણ ધનેડાવાળા ઘઉં જોવા મળ્યા હતા તો હવે પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ મીડિયાના માધ્યમથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે પોરબંદર શહેરની સસ્તા અનાજની ઘણી દુકાનોમાં ઘઉં, મીઠુ, દાળ સહિતની વસ્તુઓ નબળી ગુણવત્તાવાળી આપવામાં આવી રહી છે. શું સરકાર ગરીબ અને મધ્યમ પરિવાર સાથે મજાક કરી રહી છે ?

 

સરકાર દ્વારા ગરીબ પરિવાર માટે સસ્તા અનાજની દુકાનમાંથી કાર્ડ ધારકોને સરકારે નિયત કરેલ જથ્થા મુજબ અનાજ આપવામાં આવે છે પરંતુ આ અનાજ વિતરણ કરી ગરીબો સાથે મજાક કરવામાં આવી રહી છે તેવું લાગી રહ્યું છે. કારણ કે પોરબંદરની સસ્તા અનાજની ઘણી દુકાનોમાં જોવા મળ્યું છે કે ઘઉં નબળી ગુણવત્તાવાળા અને ધનેડાવાળા પધરાવવામાં આવી રહ્યાં છે તો મીઠુ પણ નબળી ગુણવત્તા વાળુ હોવાથી ગૃહિણીઓ તેને રસોઇમાં ઉપયોગ લઇ શકતી નથી તો દાળ પણ નબળી ગુણવત્તાવાળી અપાતી હોવાનું જોવા મળી રહ્યું છે. આ મામલે અગાઉ ભાજપ અગ્રણીએ ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી. ત્યાં પણ ધનેડાવાળા ઘઉં જોવા મળ્યા હતા. ત્યારે આ મામલે પોરબંદરના સામાજીક કાર્યકરે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે લોકોને નબળી ગુણવત્તાવાળુ અનાજ આપવાનું બંધ કરી લોકો ખાઇ શકે અને રસોઇમાં ઉપયોગ લઇ શકે તે પ્રકારનો જથ્થો આપવામાં આવે તેવી માંગ કરી છે. 

કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા, તાલુકા ખાતે ગરીબ અને મધ્યમ પરિવાર માટે નિયત કરેલો જથ્થો ગોડાઉન સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તે જથ્થાને શહેરની સસ્તા અનાજની દુકાનોમાં નિયત કરેલ જથ્થા સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ ગરીબ અને મધ્યમ પરિવારને અપાતું અનાજ નબળી ગુણવત્તાવાળુ આપવામાં આવે છે. તેવા અનેક વખત આક્ષેપો થયા છે. આ આગાઉ છાંયાના ભાજપ અગ્રણીએ ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી. ત્યાં પણ ધનેડાવાળા ઘઉં જોવા મળ્યા હતા તો હવે પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ મીડિયાના માધ્યમથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે પોરબંદર શહેરની સસ્તા અનાજની ઘણી દુકાનોમાં ઘઉં, મીઠુ, દાળ સહિતની વસ્તુઓ નબળી ગુણવત્તાવાળી આપવામાં આવી રહી છે. શું સરકાર ગરીબ અને મધ્યમ પરિવાર સાથે મજાક કરી રહી છે ? કે ગોડાઉનમાંથી અનાજમાં ભેળસેળ થઇ ભ્રષ્ટાચાર કે કૌભાંડ આચરવામાં આવે છે તેવા અનેક સવાલો શહેરભરમાં થઇ રહ્યાં છે. અગાઉ પણ મહિલાઓએ સસ્તા અનાજની દુકાનમાંથી અપાતું અનાજ નબળી ગુણવત્તાવાળુ અપાતુ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘઉંની ગુણી ખોલવામાં આવે તો ધનેડા.. ધનેડા.. જોવા મળે છે. તેમજ જે દાળ પણ નબળી ગુણવત્તાવાળી અપાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેમજ મીઠુ છે તેમાં પણ કાળાશ પડતા ડાઘાવાળું આપવામાં આવી રહ્યું છે જે પણ ગૃહિણીઓ જ્યારે રસોઇમાં ઉપયોગ કરે તે ઉપયોગમાં લઇ શકાય તેમ નથી તેમ જણાવીને પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂએ મીડિયાના માધ્યમણી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સસ્તા અનાજની દુકાનમાં જે ગોડાઉનમાંથી અનાજ આપવામાં આવે છે તે ગોડાઉન મેનેજર અને પૂરવઠા અધિકારીએ ચકાસણી કરવી જોઇએ. જો નબળી ગુણવત્તાવાળુ અનાજ સરકારમાંથી આવતું હોય તો પરત કરવું જોઇએ. આવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર સાથે સરકાર મજાક કરવાનું બંધ કરે તેવી સુર પણ સામાજીક કાર્યકરે વ્યક્ત કર્યો હતો. 

 

 નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. સનસની ગુજરાત લાઈવ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

 

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!