અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ RL કોલોનીના મકાનમાંથી મોબાઇલ ઉપર ઇગ્લેન્ડ V/S પાકીસ્તાન T 20 મેચ ઉપર ઓનલાઇન આઇ.ડી થી સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડી તેમજ અન્ય એક ઇસમને મોઘા મુલ્યના ભારતીય બનાવટ ના વિદેશી દારૂની સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Date:

Share

અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ RL કોલોનીના મકાનમાંથી મોબાઇલ ઉપર ઇગ્લેન્ડ V/S પાકીસ્તાન T 20 મેચ ઉપર ઓનલાઇન આઇ.ડી થી સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડી તેમજ અન્ય એક ઇસમને મોઘા મુલ્યના ભારતીય બનાવટ ના વિદેશી દારૂની સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

 

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓએ જીલ્લામાં ગે.કા રીતે ચાલતી દારૂ/જુગાર પ્રવૃતિ અટકાવવા તેમજ દારૂ/જુગાર પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમો પર વોચ રાખી દારૂ/જુગાર કેસો શોધી કાઢવા આપેલ સુચના આધારે

 

ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ઉત્સવ બારોટ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પ્રોહી / જુગાર સફળ કેસો શોધવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એક ટીમ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ મા હતી દરમ્યાન ખાનગી રાહે કે બાતમી આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ RC કોલોનીના મકાનમાં જુગાર પ્રવૃતિ અંગે રેઇડ કરતા મકાન ના પ્રથમ રૂમ માંથી એક ઇસમને ઇંગ્લેન્ડ V/S પાકીસ્તાન વચ્ચે રમાતી 120 મેચ ઉપર મોબાઇલમા ઓનલાઇન આઇ.ડીથી google chrome માં sky777.bet ઉપર સટ્ટો રમતા ઝડપી પાડવામાં આવેલ તેમજ જુગાર રેઈડ દરમ્યાન બીજા રૂમમાં એક ઇસમ ભારતીય બનાવટના મોંઘા મુલ્યની વિદેશી દારૂની બોટલો ( બેલેંટાઇન , જોનીવોકર રેડ લેબલ, ડી.એસ.પી.બલેક ) મળી આવેલ, જે પ્રોહી મુદામાલ સાથે ઝડપી પાડી પકડાયેલ ઇસમ વિરુધ્ધ પ્રોહી એકટ ની સલગ્ન કલમ તથા અન્ય ઇસમ વિરૂધ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપી

(૧) મહેન્દ્ર ઉર્ફે જેહુ નટવરભાઇ વાળંદ ઉ.વ ૪ર રહે, RCL કોલોની નવજીવન ગ્રાઉન્ડ અંકલેશ્ર્વર જી.આઇ.ડી.સી જી ભરૂચ મુળ રહે બહુચર માતાજી મંદીર બજાર કાજીવાડો વિસનગર તા વિસનગર જી મહેસાણા ( જુગાર ધારા કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે )

(૨) રાજેશકુમાર ઉર્ફે ભગત લક્ષમણભાઇ પ્રજાપતિ ઉ.વ ૫૩ રહે RCL કોલોની નવજીવન ગ્રાઉન્ડ અંકલેશ્વર જી.આઇ.ડી.સી જી ભરૂચ મુળ રહે બહુચર માતાજી મંદીર બજાર કાજીવાડો વિસનગર તા વિસનગર જી મહેસાણા ( પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે )

 

કબજે કરવામાં આવેલ મુદ્દામાલ

(૧) રોકડા રૂ ૧૪૪૦/-

(૨) મોબાઇલ ફોન નંગ ૦૩ કિ રૂ ૧૧૦૦૦/-

(૩) જુગાર સાહીત્ય નંગ ૧૩ કિ ૩ ૦૦/૦૦

 

પ્રોહીબીશન પ્રવૃતિ માં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ

(૧) ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની બોટલ નંગ ૦૯ કિ રૂ ૧૬૪૦૦/-

(૨) રોકડા રૂપીયા ૧,૨૭,૦૦૦/-

(૩) મોબાઇલ નંગ ૦૧ કિ રૂ ૧૦૦૦૦/-

 

કામગીરી કરનાર ટીમ.

પો.સ.ઇ.જે.એન.ભરવાડ તથા હે.કો ચંન્દ્રકાન્તભાઇ, હે.કો પરેશભાઇ , હે.કો અજયભાઇ,વુ.અ.હે.કો વર્ષા બહેન પો.કો ધર્મેન્દ્રસિંહ, એલ.સી.બી નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!