શંકરસિંહ વાઘેલા કમ ટુ ધ કોંગ્રેસ ???ગુજરાત કોંગ્રેસ શંકરસિંહ વાઘેલાને આગામી વિધાનસભા ચૂંટણીના ત્રિપાખિયા જંગમાં હુકમનો એક્કો સાબિત કરશે !!!

Date:

Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.એક અઠવાડિયાની અંદર ચૂંટણી પણ જાહેર થવાના સંકેતો દેખાઈ રહ્યા છે ત્યારે બાપુ કમ ટુ ધ કોંગ્રેસ 2.0 જેવી સ્થિતિ બનતી જોવા મળી રહી છે. દૂધસાગર ડેરી કૌભાંડ મામલે કોર્ટ સુધી પહોંચી ગયો છે અને આ મામલે આરોપી વિપુલ ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસ ઉતરી ચૂકી છે . વિપુલ ચૌધરીની ધરપકડ વિરુદ્ધ અર્બુદા સેનાએ ‘ સાક્ષી હુંકાર રેલી ’ યોજી હતી અને આ રેલીમાં કોંગ્રેસના સાત જેટલા ધારાસભ્ય સામેલ થયા હતા .કોંગ્રેસના આ સાત ધરાસભ્યોમાં રઘુ દેસાઈ, ગોવાભાઈ રબારી,ચંદન ઠાકોર , નાથાભાઈ ચૌધરી , ભરત ઠાકોર , બળદેવસિંહ ઠાકોર, સી. જે. ચાવડા એમ કુલ સાત જેટલા નેતાઓ સામેલ થયા હતા . આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષને મોટા નેતાની ખોટ દેખાઈ રહી છે.સૌથી વધુ અનુભવી ધરાવતા શંકરસિંહ વાઘેલા ને પક્ષમાં લાવવા માટે ગુજરાત કોંગ્રેસ ટિમ તૈયારી માં દેખાઈ રહી છે .આ વખતની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જોવા મળશે અને આ સ્થિતિને જોઈને જ શંકર સિંહ વાઘેલાને કમ ટુ ધ કોંગ્રેસ કરવા માટે અંદર ખાને મિટિંગો કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.આ વખતની ચૂંટણીમાં કોઈ પક્ષને પૂર્ણ બહુમત નહી મળે તેવો સંકેત કોંગ્રેસ ને દેખાતા અનુભવી નેતાઓને ફરી મેદાનમાં લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે કોંગ્રેસે વધુ એક નેતાને પોતાના પક્ષમાં લાવવા માટે પ્રયાસો ચાલુ કર્યા હોવાનું જણાઈ રહ્યું છે .કોંગ્રેસ 1 વિપુલ ચૌધરીને પણ પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં વિપુલ ચૌધરી મંત્રી રહ્યા છે . 1996 માં ભાજપ સાથે બળવો કરીને સરકાર બનાવનારા વાઘેલાના સેનાપતિ પણ રહ્યા છે.આ બન્ને નેતાઓ રાજનીતીના એક્કા હોવાનું કોંગ્રેસ માની રહ્યું છે અને આ વખતની ત્રિપાખિયા જંગમાં આ બન્ને નેતાઓ હુકમના એક્કા સાબિત થશે તેવું લાગતા બન્ને નેતાઓને પક્ષમાં લાવવા માટે પ્રયાસો થતા હોવાનું દેખાઈ રહ્યું છે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!