અંકલેશ્વર શહેર સુરતી ભાગોળ ગુજરાત હાઉંસીંગ બોર્ડ ખાતે બે અલગ અલગ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહીબીશનના બે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી

Date:

Share

અંકલેશ્વર શહેર સુરતી ભાગોળ ગુજરાત હાઉંસીંગ બોર્ડ ખાતે બે અલગ અલગ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહીબીશનના બે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓએ જીલ્લામાં ગે.કા રીતે ચાલતી દારૂ/જુગાર પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ પરીણામ લક્ષી કામગીરી કરવા સુચનાઓ આપેલ હોય

જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને જીલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂ /જુગાર ની પ્રવૃતિ કરતા બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવેલ છે દરમ્યાન તા ૧૪/૧૦/૨૦૨૨ ના રોજ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ઉત્સવ બારોટ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકિકત મળેલ કે ” અંકલેશ્વર શહેર સુરતી ભાગોળ ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં બે અલગ અલગ મકાનમાં જેમાં મકાન નં ૭૭૧ માં અક્ષય ઉર્ફે શની અજયસિંહ ઠાકુર તેમજ મકાન નં ૫૬૭ માં મિનેષકુમાર નટવરલાલ હજારીવાલા નાઓએ ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ લાવી સંતાડી રાખી મુકેલ છે જે મળેલ બાતમી હકિકત આધારે તાત્કાલીક એલ.સી.બી ટીમે બાતમીવાળી જગ્યાઓ ઉપર રેઇડ કરી મકાન નં ૭૭૧ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરટીન નંગ-૩૫૭ કિ રૂ ૪૧૧૫૦/- નો મુદ્દામાલ ઝડપી એક આરોપી પકડી તેમજ એક આરોપી વોંટેડ જાહેર કરવામાં આવેલ છે તેમજ મકાન નં ૫૬૭ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરટીન નંગ-૨૦૭ કિ રૂ ૩૦000/- નો મુદ્દામાલ ઝડપી એક ઇસમને વોંટેડ જાહેર કરી પ્રોહી એકટ ની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર પો.સ્ટેમાં બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટ્રર કરવામા આવેલ છે. આગામી દિવસોમાં પણ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ/જુગાર અંગેની ગેરકાયદેસરની પ્રવૃતિ ઉપર કડક કાર્યવાહી કરવામા આવનાર છે.

પકડાયેલ આરોપી

 

(૧) કમલેશભાઇ રાજેશભાઇ જયસ્વાલ ઉ.વ ૨૧ રહે ગુજરાત હાઉસીંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલ્પેશ્વર શહેર જી ભરૂચ (મકાન નં ૭૭૧ પરથી પકડાયેલ છે)

 

વોન્ટેડ આરોપી

 

(૨) અક્ષય ઉર્ફે શનિ અજયસિંહ ઠાકુર નાઓએ મકાન નં ૭૭૧ ગજરાત હાઉસીંગ બોર્ડ અંકલેશ્ર્વર ( મકાન નં ૭૭૧ ના કબજો ભોગવટો ધરવાનાર) (૩) મિનેષકુમાર નટવરલાલ હજારીવાલા રહે મકાન નં ૫૬૭ ગુજરાત હાઉસીંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્ર્વર ( મકાન નં ૫૬૭ ના મકાન માલીક )

 

કબજે કરવામાં આવેલ મુદ્દામાલ

 

(૧) મકાન નં ૭૭૧ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની નાની -મોટી બોટલો તથા બીયર ટીન મળી પાઉચ મળી કુલ બોટલ/ટીન નંગ ૩૫૭ જેનિ કિ રૂ ૪૧૧૫૦૮ (૨) મકાન નં ૫૬૭ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની નાની -મોટી બોટલો તથા બીયર ટીન મળી પાઉચ મળી કુલ બોટલ/ટીન નંગ ૨૦૭ જેનિ કિ રૂ 30000/

 

કામગીરી કરનાર ટીમ

 

પો.સ.ઈ એમ.એમ.રાઠોડ, પો.સ.ઈ જે.એન.ભરવાડ, તથા હે.કો ચંન્દ્રકાંન્તભાઇ, હે.કો અજયભાઇ, હે.કો પરેશભાઇ.હે.કો જયરાજભાઇ, પો.કો મેહુલભાઇ એલ.સી.બી ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!