અંકલેશ્વર તાલુકાની ૧૦ પંચાયતોમાં વિજીલન્સ તપાસનો ધમધમાટ

Date:

Share

નાણાંપંચની સરકારી ગ્રાન્ટ કામ થયા વગર બારોબાર ચાઉ થઈ જતાં વિજીલન્સ તપાસ શરૂ

તલાટી કમ મંત્રી, પૂર્વ હંગામી કર્મચારી તેમજ કેટલાંક સરપંચોની ભૂમિકા શંકાસ્પદ

સમગ્ર પ્રકરણને દબાવવા રાજકીય આગેવાનોનાં ધમપછાડા…

અંકલેશ્વર તાલુકામાંથી ભાજપની ગૌરવ યાત્રા પસાર થઈ રહી છે તેવા સમયે અંકલેશ્વર તાલુકાની ૧૦ જેટલી ગ્રામ પંચાયતમાં થયેલ કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટમાં ગેરરીતી થઈ હોવાની બાબતે ભારે ચકચાર મચાવી છે. સ્થાનિક પોલીસને સાથે રાખી વિજીલન્સ ટીમે તપાસ હાથ ધરતાં સંબંધીત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ પ્રકરણમાં તલાટી કમ મંત્રીથી લઈ કેટલાંક પૂર્વ હંગામી કર્મચારીઓ અને સરપંચની શંકાસ્પદ ભૂમિકાઓ અંગે તપાસ શરૂ થઈ હોવાનો ગોપનીય સુત્રોએ જણાવ્યું છે.

 

વિગતો મુજબ અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે વિજીલન્સ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં અંકલેશ્વર તાલુકાની ૧૦ જેટલી ગ્રામ પંચાયત શંકાનાં દાયરામાં આવી છે જેમાં પૂર્વ હંગામી કર્મચારીઓ અને તલાટી કમ મંત્રી તેમજ કેટલાંક સરપંચની ભૂમિકા શંકાસ્પદ હોય તપાસનાં ચક્રો ગતિમાન થયા છે. કહેવાય છે કે, રૂા.૧.પ૦ કરોડથી વધુ ઉપરાંતની રકમો ૧પમાં નાણાંપંચની સરકારી ગ્રાન્ટ કામ થયા વગર જ બારોબાર ચાઉં થઈ જતાં આ પ્રકરણમાં વિજીલન્સ તપાસ શરૂ થઈ છે.

 

છેલ્લા ચાર દિવસથી સ્થાનિક પોલીસને સાથે રાખી સમાંતર તપાસનો ધમધમાટ શરૂ થતાં ગોટાળેબાજ વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો કે આજદિન સુધી વિજીલન્સ કે પોલીસ વિભાગ દ્ધારા આ તપાસ વિશે સ્થાનિક મીડીયાને કોઈ જાણકારી આપેલ ન હોવાનું જણાઈ રહયું છે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. તેવા સમયે અંકલેશ્વર મત વિસ્તાર અને ભરૂચ મત વિસ્તારનાં કેટલાંક ગામોમાં તલાટી સરપંચ અને હંગામી કર્મચારીઓ વચ્ચે થયેલ ગેરરીતીઓ સામે આવતાં ભાજપનું રાજકારણ ગરમાયુર્ં છે.

 

અંકલેશ્વર અને ભરૂચ મત વિસ્તારનાં ભાજપનાં રાજકીય આગેવાનો વિજીલન્સ તપાસથી હચમચી ગયા છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ તરફથી કોઈપણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી. જો કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જે તકનો લાભ મળી ગયો હોય તેમ લાગી રહયું છે. પરંતુ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનાં જિલ્લાનાં આગેવાનો પણ આ પ્રકરણમાં કુદવાને બદલે મુંગા મોઢે બધું જોઈ રહયા છે. હવે એ જોવું રહયું કે, ૧પમાં નાણાંપંચનાં નાણાંઓ કયાં અને કંઈ રીતે કામો વગર બિલ પાસ કરી ચાઉ કરી ગયા તેની સત્ય હકીકત પ્રજા સામે આવશે ખરી…? કે પછી સત્તાધારી પક્ષનાં દબાણને વશ થઈ આ પ્રકરણ ઉપર પૂર્ણ વિરામ મુકાશે…?


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!