આરટીઆઇ એક્ટિવિસ્ટ સહિત ત્રણ જણે રૂ. 1 લાખની માગ કરી
પીરામણના વેપારી પાસે ખંડણી માંગનારા 3 લોકો સામે ફરિયાદ
અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે આઝાદ રોલીગ શટર્સ સંચાલક પાસે 1 લાખ રૂપિયાની ખંડણી માગણી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પીરામણ ગામ ના ત્રણ રાજકીય અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ નોંધાઈ છે.
આઝાદ રોલીગ શટર્સ બિન ખેતી જમીન પર બાંધકામ હોવાનું જણાવી 1 લાખ ની ખંડણી માંગણી કરી 50 હજાર પણ લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું હતું. પ્રાપ્ત પોલીસ ફરિયાદ અનુસાર હવા મહેલ સોસાયટી ખાતે રહેતા મહંમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણ ગત 1 ઓક્ટોબર ના રોજ પીરામણ ગામના ત્રણ રાજકીય અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અનસ સલીમ નાના બાવા, અલ્તાફ ઐયુબ ઉનીયા, સાદ અહમદ ટેલર આવ્યા હતા અને તમારી આ જગ્યા બિન ખેતી ની નથી તમે ગેરકાયદેસર રીતે રોલીગ શટર્સ નો વ્યવસાય ગેરકાયદેસર રીતે કરી રહ્યા છો તેમ જણાવી ધંધો કરવો હોય 1 લાખ રૂપિયા આપવા પડશે. જો નહિ આપો તો ધંધો બંધ કરવો પડશે. તેમ જાણવી ગાળા-ગાળી કરી હતી.
જે બાદ મહંમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણના નાના ભાઈ ગભરાઈ જતા તેઓ ગલ્લા માં 50 હજાર રૂપિયા પાડ્યા હતા તે કાઢી ને નાના બાવા આપી દીધા હતા. જે બાદ ત્રણે ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા. ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો આ કિસ્સો ચર્ચાની એરણે ચઢયો છે.