ભાજપના નર્મદા ડેમ મામલે કોંગ્રેસ પર પ્રહારો બાદ શક્તિસિંહ ગોહીલે આપ્યો આ જવાબ

Date:

Share

કોંગ્રેસના શાસનમાં નર્મદા બંધ બન્યો વા છતાં અમે ક્યારેય એવું કહ્યું નથી.

 

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા નર્મદા ડેમ મામલે કોંગ્રેસ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ભાજપની જનસભામાં આ મુદ્દાને ઉઠાવી કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે વળતો જવાબ આપતા કહ્યું હતું, કે ભાજપે રોડા નાખ્યા હતા કોંગ્રેસે નર્મદા ડેમ બનાવ્યો હતો. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેટલાક મુદ્દા એવા છે કે જેના વિના ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ શકે નહીં આવો જ એક મુદ્દો છે ગુજરાતમાં સરદાર સરોવર ડેમનો પણ છે.  આ મુદ્દે આજે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, કોંગ્રેસ નર્મદા મુદ્દે રાજનીતિ ન કરી શકે. અમે બનાવ્યું છે, કોંગ્રેસના શાસનમાં નર્મદા બંધ બન્યો વા છતાં અમે ક્યારેય એવું કહ્યું નથી. મધ્યપ્રદેશની ભાજપ સરકારે નાકાબંધી કરી હતી. નર્મદાનો પાયો નાખવાનું કામકોંગ્રેસે કર્યું છે પરંતુ તેનો જશ લઈ રહી નથી. કોંગ્રેસે નર્મદા કેનાલનું 85 ટકા કામ પૂર્ણ કર્યું હતું.  મેઘા ​​પાટકરના મુદ્દે ભાજપ ગુજરાતની ચૂંટણી જીતી ના શકે 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં મેઘા પાટકરની એન્ટ્રીથી નર્મદા મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કેમ કે, પીએમ મોદીથી લઈને અમિત શાહે પણ મેઘા પાટકર કોંગ્રેસના રાહુલ ગાંઘી નજર આવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!