એલર્ટ / આધારના તમામ યુઝર્સ માટે સરકારી જારી કર્યો નવો આદેશ, તરત કરો આ કામ નહીંતર થશે મોટું દંડ

Date:

Share

શમાં એવો કોઈ નાગરિક નથી કે જેની પાસે આધાર કાર્ડ ન હોય. હકીકતમાં આજકાલ દરેક કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. જો તમે પણ આધાર-પાન કાર્ડ ધારક છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

 

PAN-Aadhaar Link Deadline: દેશમાં એવો કોઈ નાગરિક નથી કે જેની પાસે આધાર કાર્ડ ન હોય. હકીકતમાં આજકાલ દરેક કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. જો તમે પણ આધાર-પાન કાર્ડ ધારક છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 31 માર્ચ, 2023 સુધીમાં સરકાર દ્વારા પેન કાર્ડને આધાર (PAN-Aadhar Link) સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો તમે અત્યાર સુધી PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો 31 માર્ચ 2023 પહેલા કરી લો, નહીં તો તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ નિયમ કલમ 234H (આવક વેરા ધારા 1961માં ઉમેરાયેલ)ને કારણે છે.

સરકારે આપી ડેડલાઈન

ઉલ્લેખનીય છે કે સરકારે તેના માટે 31 માર્ચ, 2023 છેલ્લી તારીખ રાખી છે. જો તમે નિર્ધારિત તારીખ પહેલા તમારા આધારને PAN સાથે લિંક નહીં કરો, તો તમારે તેના માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ચાલો આપને જણાવીએ કે આધારને PAN સાથે કેવી રીતે લિંક કરવું. આટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ છેલ્લી તારીખ સુધી તેના PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેનું PAN નિષ્ક્રિય થઈ જશે.

ઈનકમ ટેક્સ વિભાગની ટ્વીટ

નોંધપાત્ર વાત એ છે કે તેના માટે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક ટ્વીટ જારી કર્યું છે. આ ટ્વીટમાં જણાવાયું છે કે આવકવેરા અધિનિયમ, 1961 મુજબ તમામ પેન ધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે 31.03.2023 પહેલા તેમના PANને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જે PAN આધાર સાથે લિંક નથી, તે પેન 01.04.2023 થી નિષ્ક્રિય થઈ જશે. જે જરૂરી છે તે આવશ્યક છે.

આવી રીતે કરો PAN Card Aadhaar Card Link ?

  • જો તમે તમારું પેન કાર્ડ આધાર સાથે લિંક કર્યું છે, તો તમે તમારું સ્ટેટસ ચકાસી શકો છો
  • સૌથી પહેલા તમારે ઈનકમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in ની હવે નવી વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જાવ
  • અહીં નીચે ‘Link Aadhaar’ ના વિકલ્પ પર ક્લિક કરો
  • તમારો સ્ટેટસ જેવા માટે ‘Click here’ પર ક્લિક કરો
  • હવે અહીં તમારે તમારા આધાર અને પેન કાર્ડની ડિટેલ્સ ભરવી પડશે
  • જો તમારું પેન કાર્ડ પહેલેથી જ આધાર કાર્ડ સાથે લિંક છે, તો તમને  your PAN is linked to Aadhaar Number લખેલુ દેખાશે.
  • પરંતુ જો તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક નથી કર્યો તો તમે તેને આ લિંક https://www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરો
  • હવે તમે Link Aadhaar પર ક્લિક કરો
  • હવે અહીં તમે તમારી ડિટેલ્સ ભરો
  • તેના પછી તમારું પેન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે

મેસેજથી પણ કરી શકે છે આધાર-પેન કાર્ડ

જો તમારી પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી, તો તમે SMS મોકલીને પેન અને આધાર કાર્ડને પણ લિંક કરી શકો છો. જો તમે પણ SMS સેવાનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારા રજિસ્ટર્ડ નંબર પરથી UIDPAN <12-અંકનો આધાર> <10-અંકનો PAN> લખીને 567678 અથવા 561561 પર SMS મોકલો. આ કર્યા પછી લિંક વિશેની માહિતી તમને મેસેજ દ્વારા જ આવશે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!