અંકલેશ્વર GIDCમાં કામદારનું ટાંકીમાં પડતા મોત

Date:

Share

અંકલેશ્વર GIDCમાં પ્લોટ નંબર 2807/1 માં ફેરિક એલમ ઇન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે. જેમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના 32 વર્ષીય કામદાર મુનેશ નાથુ કોલ રાવત કામ કરતો હતો. આ કામદાર ગત 20મી નવેમ્બરના રોજ સવારે કંપનીમાં કામ કરી રહ્યો હતો. આ સમયે પાણીની મોટર પમ્પ નીચે ઉતારતી વેળા તેનો પગ લપસી જતા તે ગરમ ફેરિક એલમ કેમિકલ ભરેલી ટાંકીમાં પડી જતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.

 

ટાંકીમાંથી તાત્કાલિક બહાર કાઢીને સારવાર અર્થે અંકલેશ્વરની પટેલ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહિં 16 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે સાથી કામદાર સંતોષકુમાર રાવત દ્વારા GIDC પોલીસ મથકે જાણ કરતાં પોલીસે પ્રાથમિક અકસ્માતમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!