અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલ ફાર્મમાં બનાવેલા ઓરડીમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Date:

Share

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક જિલ્લામાં પોલીસ વિભાગ કડક કાર્યવાહી કરી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલે જિલ્લાના દરેક અધિકારીઓને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતાં. જે અનુસંધાને ભરૂચ LCBના પીઆઈ ઉત્સવ બારોટની અંકલેશ્વર શહેરની ટીમ તેમના વિસ્તારમાંથી બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઇવે નં 48 તીરંગા હોટલની પાછળ ઉછાલી ગામની સીમમાં હસમુખ મંજીભાઇ વડોદોરિયા (પટેલ)ના કબ્જા ભોગવટાના ફાર્મમાં આવેલા ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખ્યો હતો.​​​​​​​

જે બાતમીના આધારે પોલીસે તાત્કાલીક એલ.સી.બી ટીમે બાતમીવાળી જગ્યાઓ ઉપર રેઇડ કરી ફાર્મમાં બનાવેલી ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરટીન નંગ 480 કિ.રૂ 48,000નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલીસે સ્થળ પરથી બુટલેગર હસમુખ મંજીભાઇ વડોદોરિયા (પટેલ) (ઉં.વ 50) રહે, હાલ ઉછાલી ગામની સીમમાં આવેલા ફાર્મમાં ઉછાલી ગામ તા.અંકલેશ્વરને ઝડપી પાડ્યો હતો. જ્યારે સુનીલ ઉર્ફે રાજુ રહે,માંડવી જી-સુરતને વૉન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!