2022ના ચૂંટણી જંગની અંદર ભાજપની સામે કોંગ્રેસના સૂપડા સાફ થતા જોવા મળ્યા છે તો આપ પાર્ટીને 182માંથી 5 સીટો મળી છે.
2017માં આપ પાર્ટીને 28 હજાર વોટ મળ્યા હતા, આજે 40 લાખ વોટ મળ્યા છે અમે કહેવાતી વિશ્વની સૌથી મોટી પાર્ટીથી લજ્યા છીએ. ચૂંટણી હાર્યા છીએ પરંતુ હિંમત નથી હાર્યા તેમ ઈટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
2022ના ચૂંટણી જંગની અંદર ભાજપની સામે કોંગ્રેસના સૂપડા સાફ થતા જોવા મળ્યા છે તો આપ પાર્ટીને 182માંથી 5 સીટો મળી છે. ત્યારે આમ આદમી પાર્ટીના જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરીયા, મનોજ સોરઠીયા સહીતના નેતાઓની હાર થઈ છે. ત્યારે આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રથમ પ્રતિક્રીયા આપી હતી.
ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જે પણ પરીણામ જનતાએ અમારી પર પસંદગીને લઈને ઉતાર્યા છે તેને અમે સ્વિકારીએ છીએ. આપ પાર્ટીને 5 સીટો મળી છે. 2017માં ગુજરાતમાં ચૂંટણી લડી ત્યારે અમને 28 હજાર મત મળ્યા હતા ખૂબ મહેનત કરી હતી ત્યારે આજે અમને 40 લાખ વોટ મળ્યા છે.
2017 બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે મહેનત કરી હતી. લોકો માટે ધરણા, રેલીઓ કરી, સંઘર્ષના રસ્તે ઉતર્યા. એક સમયે ગત ચૂંટણીમાં આખા ગુજરાતમાંથી 28 હજાર વોટ મળ્યા હતા જ્યાકે આજે 40 લાખ વોટ મળ્યા છે. અમારી શરુઆત ધીમી જરુર છે પરંતુ મન મક્કમ છે. એક તરફ સરકારી તંત્ર સાથે જોડાયેલા શક્તિશાળી માણસો કહેવાતી વિશ્વની મોટી શક્તિશાળી પાર્ટી સામે અમે લડ્યા.
અમારા તમામ આપના ઉમેદવારો માટે જનતાએ જે પણ ચૂકાદો મતરુપે આપ્યા છે. બની શકે છે કે, જીતની નજીક નથી પરંતુ એક પગથિયું ઉપર પણ અમે પહોંચ્યા છે. ફરી વખત સંધર્ષના રસ્તે જઈશું, સંઘર્ષથી થાક્યા નથી અને થાકીશું નહીં. બની શકે છે કે, ચૂંટણી હાર્યા છીએ પરંતુ હિંમત હાર્યા નથી. ફરી વખત લોકોની વચ્ચે જઈને મેસેજ લોકો સુધી પહોંચાડીશું. સંગઠનની ખામીઓમાં ક્યાયંક રહી ગઈ હશે તો તેમાં ફેરફાર કરીશું જ્યાં ત્રુટીઓ હશે તે પણ સુધારીશું અને આગળ વધીશું તેમ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું.