આ આંદોલનકારીઓનું ભવિષ્ય ઉજળું થયું,આ પાર્ટીમાં ફાયદો અંહી ગયા તો મળી હાર,જાણો સંપૂર્ણ માહિતી

Date:

Share

કોણ જીત્યું અને કોણ હાર્યું જનતાનો ફેસલો,કયા આંદોલન કારીને પડ્યો ભારે

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં અનેક કેસોમાં સંડોવાયેલા આંદોલનકારીઓને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચુંટણીના મેદાને જંગમાં ઉતારવામાં આવ્યા હતા.તેવામાં ભાજપ સાથે જોડાયેલા બે આંદોલન કારીઓને જીત મળી છે. જ્યારે કોંગ્રેસ અને આપ સાથે જોડાઈને મેદાનમાં ઉતરેલા આંદોલન કારીઓને કારમી હારનો સામનો કરવાનો સામનો પડ્યો હોય તેવું ચુંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ભાજપમાં આવ્યા તો બન્યા ધારાસભ્ય

પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને પાર્ટીઓ ફેરવીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ સીટ પરથી ભારે મતોથી વિજેતા થયા હતા. અહી અલ્પેશ ઠાકોરને 1,33,339 મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના નેતા ડો.હિમાંશુ પટેલને 89386 મતો મળ્યા હતા. ત્યારે અંહી કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો 43953 મતોની સરસાઈથી અલ્પેશ ઠાકોરએ બેઠક પર કબજો કર્યો હતો.

ભાજપ સાથે જોડાયેલ બીજા આંદોલન કારી જે કોંગ્રેસમાંથી સિધ્ધા ભાજપમાં આવીને ટિકિટ મેળવી હાર્દિક પટેલ હવે ધારાસભ્ય બની ચૂક્યા છે.હાર્દિક પટેલ 98627 મતો મેળવી કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ 42412 મતો અને આપ અહી બીજો પક્ષ તરીકે ઊભરી આવી 47072 મતો મળ્યા હતા. જેથી મોત માર્જિનથી હાર્દિક પટેલ અહી જીતવામાં સફળતા મળી હતી.હાર્દિક પટેલ પહેલીજ ચુંટણીમાં હવે ધારાસભ્ય બની ચૂક્યા છે.

આપના બે આંદોલનકારીની કારમી હાર 

તો બીજી તરફ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ આંદોલનકારી અલ્પેશ કથીરિયાને વરાછા સીટ પરથી કુમાર કાનાણી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મોટા માર્જિન સાથે આપના નેતા અને સુરતમાં પાટીદાર આંદોલનમાં ગબ્બર તરીકે ઊભરી આવેલા મોટા નેતાનો પાટીદારોના ગઢ ગણાતી બેઠક પર હાર થઈ હતી. જેથી આપના ખેમાંમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પણ કારમી હાર થઈ હતી. કતારગામ બેઠક પરથી તેઓને 55713 મતો મળ્યા હતા જ્યારે ભાજપના નેતા વિનુભાઈ મોરડીયાને 120342 મતો મળ્યા હતા જેથી 64629 મતોથી ઇટલીયાની હાર થઈ હતી.

જીગ્નેશ મેવાણીને મળ્યા 93848 વોટ 

જીગ્નેશ મેવાણી પણ એક આંદોલનકારી નેતા છે અને તેઓ પણ 2017માં અપક્ષ ઉમેદવાર તરીકે વડગામ બેઠક પરથી ચુટાઈને આવ્યા હતા અને વિપક્ષમાં સારી એવી ભૂમિકા અદા કરી હતી. જોકે ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને તેમને કોંગ્રેસ દ્વારા કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા અને આ વખતની ચુંટણી તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી વડગામ બેઠક પરથી તેમની જીત થઈ છે અને તેમને 93848 વોટ મળ્યા છે. જયારે ભાજપના મણિભાઈ વાઘેલાને 89052 મત મળ્યા છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!