દિવાળીએ ફટાકડા બાબતે થયેલ માથાકૂટનાં સમાધાન માટે બોલાવેલ યુવક પર ચાર શખ્સોએ કર્યો હુમલો

Date:

Share

ગોંડલમાં જેલચોક પાસે જૂની અદાવતનો ખાર રાખી સમાધાન માટે બોલાવી કોલેજીયન યુવક પર ચાર શખ્સોએ ધોકા અને પાઈપથી હુમલો કરી પગ ભાંગી નાંખતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગોંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ અંગે રાહિલકુમાર છોટાલાલ દેયાણી ઉ.વ. 24 રહે.ગુંદાળા ફાટક પાસે પટેલ કોલોની એ આરોપી તરીકે જયરાજ રાઠોડ, રૂતુરાજ, ઉમંગ ચાવડા અને પ્રકાશ ઉર્ફ ભકાભાઈનું નામ આપ્યું હતું. અને જણાવ્યું હતું કે, તે રાજકોટ મારવાડી કોલેજમાં એમ.બી.એ.નો અભ્યાસ કરે છે. ગઈ તા.05 ના રોજ રાત્રીના અગયારેક વાગ્યાના અરસામાં તે તેમના મિત્ર સાગર બાંભવા સાથે જેતપુર રોડ મંગળેશ્વર પાન પાસે ઊભા હતાં ત્યારે તેમના મિત્ર સાગર બાંભવાના મોબાઈલમાં જયરાજનો ફોન આવેલ કે તમો બંને રામ ચા ડીપો એ આવો અગાઉ બોલાચાલી થયેલ હોય તેનું સમાધાન કરવું છે.

 

બાદમાં બંને મિત્રો જેલચોક પાસે આવેલ રામ ચા પાસે ગયેલ ત્યારે જયરાજ તેનો ભત્રીજો ઋતુ તથા તથા તેનો મિત્ર ઉમંગ ચાવડાએ ગાળો આપવા લાગેલ અને ફરિયાદીને કહેવા લાગેલ કે તું અગાઉ પણ અમારી સાથે કારણ વિના ઝઘડો કરેલ હતો અને આજે પણ અહીં અમારી સાથે ઝઘડો કરવા આવેલ છો. જેથી ફરિયાદીએ કહેલ કે, આજે હું અહીંયા સમાધાન કરવા આવ્યો છુ, તે વેળા સાગરે ગાળો દેવાની ના પાડતા જયરાજના ભત્રીજાએ સાગરને ગાલ ઉપર બે ત્રણ થપ્પડ મારી દીધેલ અને ફરિયાદીને જયરાજ ઢસડીને લઈ ગયેલ અને થપ્પડ મારી અને લાકડાનો ધોકાથી ફટકારવા લાગેલ હતો.તેમજ જયરાજે ફોન કરી તેના મિત્ર અનંત તથા તેનો ભાઈ પ્રકાશ ઉર્ફે ભકા ને બોલાવતા તે બંનેએ પણ ઢીકાપાટુનો મારમારેલ હતો. બાદ તેમના મિત્રએ તેમને છોડાવી ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ હતો. વધુમાં ફરિયાદીએ હોસ્પિટલેથી બનાવ અંગેનું કારણ જણાવ્યું હતું કે, દોઢ મહિના પહેલા દિવાળીના દિવસે તેમને તેમજ તેના મિત્ર અક્ષયને ઋતુરાજ તથા જયરાજ રાઠોડ સાથે રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયેલ હોય જેના સમાધાન માટે બોલાવી હુમલો કર્યો હતો. બનાવ અંગે ગોંડલ પોલીસ મથકના સ્ટાફે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!