અંકલેશ્વર જુના ને.હા 8 પર એસ.એમ.મોટર્સ નજીક એક પછી એક ત્રણ કાર ભટકાઇ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. પીકઅવર્સમાં બનેલી ઘટનાના કારણે અનેક વાહનચાલકો અટવાય પડયાં હતાં.
અંકલેશ્વર ભરૂચ ના જોડાતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર છાશવારે અકસ્માત સર્જાય રહ્યા છે. રોડ સામ્રાજ્ય સોસાયટી પાસે બાઈક ચાલકે જીવ ગુમાવ્યો ના ગણતરી ના કલાકો માં આજ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જ્યો હતો.
જેમાં એસ.એમ. મોટર્સ નજીક ઉમાભવન રેલ્વે ક્રોસિંગ નજીક પૂર પાટ ચાલતી કાર વચ્ચે અકસ્માત સજર્યો હતો. એક પાછળ એક 3 કાર ઘૂસી જવા પામી હતી. ઘટના કારસવાર ઈસમો સામાન્ય ઈસમ પહોંચી હતી. જો કે અકસ્માતના પગલે રોડ પર વાહન કતાર લાગી જવા પામી હતી. પીક અવર્સ ના સમયે જ બનેલી ઘટના ને અનેક વાહનચાલકો અટવાયા હતા.