અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે થી ભંગારના જથ્થા સાથે આપોરી ને પોલીસે ઝડપી પાડી 41 (1)D ની કલમ મુજબ અટકાયત કરી

Date:

Share

અંકલેશ્વર GIDC પોલીસ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માહિતી મળી હતી કે, એક સફેદ કલરની પીકઅપમાં ગેર કાયદેસરનો ભંગાર ભરી અંકલેશ્વર GIDCમાં આવેલા એશિયન પેઇન્ટ ચોકડીથી ફિકોમ ચોકડી તરફ આવવાની છે. તેવી બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં અંકલેશ્વર GIDCમાં આવેલી ફિકોમ ચોકડી ખાતે રોડ ઉપર વોચ ગોઠવી તપાસમાં હાજર હતા.

 

તે દરમિયાન બાતમીવાળી સફેદ કલરની પીકઅપ ગાડી એશિયન પેઇન્ટ ચોકડી તરફથી આવતા ડ્રાયવરનું નામ પૂછતાં તેણે ચંદ્રશેખર ઉર્ફે ચંદુ માનસિંગ વર્મા હોવાનું જણાવ્યું હતું. પોલીસે પંચોની હાજરીમાં ગાડીમાં ચેક કરતા લોખંડના કાપેલા નાની-નાની પ્લેટોનો ભંગાર ભરેલો હતો. પકડાયેલા ઈસમ પાસેથી કોઈ આધાર પુરાવા નહિ હોવાના કારણે 2520 કિલો ભંગારનો જથ્થો કિંમત રૂ. 88,200 અને પીકઅપ ગાડી મળી 4.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 41(1) ડી મુજબ ગાડી કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

જીતાલીના પરપ્રાંતીય યુવાને પત્નીની નજર સામે નર્મદા નદીમાં ઝંપલાવ્યું

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે રહેતા કે.પી સીંગ તેની...
error: Content is protected !!