અપસેટ સર્જવામાં માહેર વિસાવદરના મતદારોએ ભાજપ અને કોંગ્રેસને નકાર્યા છે

Date:

Share

સમગ્ર ગુજરાતમાં દર વખતની વિધાનસભાની ચૂંટણીમાં નવું અપસેટ સર્જનાર વિસાવદર બેઠકના મતદારોએ આ ચૂંટણીમાં પણ દરેક વિધાનસભાથી અલગ નિર્ણય કરી વધુ એકવાર અપસેટ સર્જી દીધું છે જેમાં આ વખતે નવા પક્ષ તરીકે આવેલા આમ આદમી પાર્ટીને ચૂંટણીને વધુ એકવાર અપસેટ સર્જી વિસાવદરના મતદારો નવું કરવામાં માહિર હોવાનું સાબિત કરી દીધું છે

 

વર્ષ 2012ની ચૂંટણીમાં હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે બંડ પોકારનાર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે જીપીપી નામનો નવો પક્ષ રચ્યો હતો આ પક્ષમાંથી કેશુભાઈ પટેલ ખુદ વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં માત્ર બે સીટ પર જીપીપીનો વિજય થયો હતો તેમાં એક વિસાવદરની બેઠક 34 હજાર જેટલા મતથી જીપીપીના ઉમેદવાર કેશુભાઈ પટેલને વિસાવદરના મતદારોએ વિજય બનાવ્યા હતા અને તે વખતે પણ ભારે અપસેટ સર્જાયો હતો ત્યારબાદ કેશુભાઈએ પોતાના પુત્ર ભરત પટેલ માટે બેઠક ખાલી કરી ફરી ભાજપ સાથે જોડાણ કરતા વિસાવદર બેઠક પર વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં લેઉવા પટેલ સમાજના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલને વિસાવદરના મતદારોએ કારમો પરાજય અપાવ્યો હતો અને કોંગ્રેસના હર્ષદ રીબડીયાને વિજય બનાવ્યા હતા 2014ના ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો માત્ર બે વર્ષમાં જ 55 હજાર જેટલા મતોનો ધ્રુવીકરણ કરી અપસેટ સર્જી દીધો હતો તેવી જ રીતે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ગણી ગોઠી બેઠકો મેળવનાર આમ આદમી પાર્ટીને વિસાવદર વિધાનસભાના મતદારોએ સ્વીકારી છે ખેડૂત નેતા હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ છોડી પક્ષ પલટો કર્યો હોય જેથી તેને પણ કારમો પરાજયનો સ્વાદ ચખાડ્યો છે


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!