મોરબીમાં શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ માટે દબાણ કરતો વિધર્મી ઝડપાયો

Date:

Share

રાજ્ય અને દેશમાં લવ જીહાદ મુદે ચાલતી તીખી ચર્ચા વચ્ચે મોરબીમાં એક વિધર્મી યુવક શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હોય જે બનાવ મામલે સગીરાની માતાની ફરિયાદને આધારે પોલીસે રોમીયોને ઝડપી લઈને રોમીયોગીરીનું ભૂત ઉતાર્યું હતું તો આવા કિસ્સાઓ રોકવા દીકરીના પરિવારજનો હિમત દાખવે અને પોલીસ ફરિયાદ કરે તો પોલીસ તુરંત કાર્યવાહી કરી આવા ઇસમોને કાયદાનું ભાન કરાવી સકે છે

મોરબીમાં શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ માટે દબાણ કરતો વિધર્મી ઝડપાયો

પોલીસે રોમીયોને ઝડપી લઈને રોમીયોગીરીનું ભૂત ઉતાર્યું

રાજ્ય અને દેશમાં લવ જીહાદ મુદે ચાલતી તીખી ચર્ચા વચ્ચે મોરબીમાં એક વિધર્મી યુવક શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હોય જે બનાવ મામલે સગીરાની માતાની ફરિયાદને આધારે પોલીસે રોમીયોને ઝડપી લઈને રોમીયોગીરીનું ભૂત ઉતાર્યું હતું તો આવા કિસ્સાઓ રોકવા દીકરીના પરિવારજનો હિમત દાખવે અને પોલીસ ફરિયાદ કરે તો પોલીસ તુરંત કાર્યવાહી કરી આવા ઇસમોને કાયદાનું ભાન કરાવી સકે છે

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા નવા બસ સ્ટેન્ડ પાસેની શાળામાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હોય જેથી તે રોજ શાળાએ જતી હોય ત્યારે શાળાએ કે બજારમાં જતી વેળાએ આરોપી અલ્તાફ દિલાવર જેડા રહે સર્કીટ હાઉસ મોરબી વાળો ઇસમ સગીરાનો પીછો કરતો હતો અને રસ્તામાં કહેતો હતો કે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તારો મોબાઈલ નંબર આપ પરંતુ સગીરાએ ફ્રેન્ડશીપ કરવી નથી અને તેની પાછળ ના આવવા કહ્યું હતું છતાં પણ અલ્તાફ તેની પાછળ આવી ખોટી રીતે હેરાનગતિ કરતો હતો અને તા. ૧૦ ના રોજ સગીરા ઘરની બહાર ગયેલ ત્યારે રસ્તામાં અલ્તાફ આવીને કહ્યું કે તું મારી સાથે કેમ ફ્રેન્ડશીપ કરતી નથી તને શું વાંધો છે તેવું કહેતા સગીરા કાઈ બોલ્યા વિના ઘરે આવી ગઈ હતી

અને સમગ્ર બનાવ મામલે પરિવારના સભ્યોને વાત કરતા સગીરાની માતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પીછો કરી દીકરીને હેરાનગતિ કરવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી અલ્તાફ દિલાવર જેડાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

જીતાલીના પરપ્રાંતીય યુવાને પત્નીની નજર સામે નર્મદા નદીમાં ઝંપલાવ્યું

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે રહેતા કે.પી સીંગ તેની...
error: Content is protected !!