પાટણ જીલ્લાના રાધનપુર માં લાંચ માંગતા રાઇટર ને 10 હજારની લાંચ લેતા ઝડપાયો પોલીસ બેડામાં ફડફડાટ પાટણ જિલ્લામાં લાંચીયા કર્મીઓ અવારનવાર ઝડપતા રહે છે.થોડા સમય અગાઉ સમી પાટણ મામલતદાર ઉપર પાટણ એસીબી ત્રાટકી રંગે હાથ ઝડપ્યો હતો.ત્યારબાદ પાટણ બી ડીવીઝન ના ભારુસિંહ એ આરોપીઓ ને પકડવા ફરિયાદી પાસે માગણી કરતા ગાંધીધામ એસીબી માં ડીમાન્ડ ની ફરિયાદ થઈ હતી.પરંતુ નાણાં સ્વીકાર્યા ના હતા ત્યારબાદ સાંતલપુર ના ઝરૂષા ગામનો તલાટી અને વી.ઇ. સી . ત્રણ હજાર ની લાંચ લેતા પાટણ એસીબી એ રંગે હાથ ઝડપી પાડ્યો હતા.ત્યારે ફરી એક લાંચીયો પોલીસ કર્મી ઝડપાઇ જવાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે પાટણ જીલ્લા ના રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટર ને પાટણ એસીબી એ રંગે હાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.લાંચીયા પોલીસ કર્મીએ ફરિયાદી ના પિતાની ધરપકડ નહિ કરવા અને હેરાન નહિ કરવા , આગોતરા જમીનમાં કોર્ટ સોગંદનામું રજૂ કરવા ,, સમરી ભરવા આરોપી નહિ પકડવા માટે લાંચીયા રાઈટર પારસ ચૌહાણે પ્રથમ પચાસ હજાર ની માગણી કરી હતી.ત્યારબાદ 10 હજાર માં ફાઈનલ થતા ફરિયાદી લાંચ ના નાણાં આપવા માંગતા ના હોય તેમણે પાટણ એસીબી નો સંપર્ક સાધી લાંચીયા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ પાટણ એસીબી ના પી.આઈ. સોલંકી સાહેબ અને તેમના સ્ટાફ દ્રારા લાંચીયો પોલીસ કર્મીને 10 હજારની લાંચ લેતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
પાટણ જીલ્લાના રાધનપુર માં લાંચ માંગતા રાઇટર ને 10 હજારની લાંચ લેતા ઝડપાયો પોલીસ બેડામાં ફડફડાટ
Date: