ભરૂચ જિલ્લામાં હવે ટિકિટની જેમ મંત્રી પદ માટે ફરી મોબાઈલ રણકવાની રાહ જોતા ભાજપના 5 ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ

Date:

Share

ભરૂચ જિલ્લામાં હવે ટિકિટની જેમ મંત્રી પદ માટે ફરી મોબાઈલ રણકવાની રાહ જોતા ભાજપના 5 ધારાસભ્યો તેમજ કાર્યકર્તા ઓ

રમેશ મિસ્ત્રી ને મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. કેમ કે તે ઓ અમિત શાહ નજીક ના માનવામાં આવે છે.
ગુજરાત ના નવા મંત્રીમંડળમાં રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રાણા, ડી.કે.સ્વામી સ્થાન મેળવવા પ્રબળ દાવેદાર
અગાઉ અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ અગાઉ મંત્રીપદુ ભોગવી ચુક્યા હોય એ વખતે સ્થાન મળે છે કે તેના પર નજર
 35 વર્ષ ના સાસણ તેમજ મસીહા છોટુ વસાવાને ઘરે ભેગા કરી આઝાદી બાદ પ્રથમ વખત ભાજપનું કમળ ખીલવનાર આદિવાસી ધારાસભ્ય રીતેશ વસાવા પણ રેસમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની વાગરા, જંબુસર, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર બેઠક ઉપર ભાજપના ઉમેદવારને લઈ સસ્પેન્સ છેક સુધી ચાલ્યું હતું. જે બાદ મધરાતે ઉમેદવારોના મોબાઈલ રણકવા સાથે તેમને ટિકિટ મળી હોવાની જાણ કરાઈ હતી.
ચૂંટણીમાં ભાજપે પાંચેય બેઠકો ઉપર ભારે સરસાઈથી વિજય થઈ ઇતિહાસ સર્જી દીધો છે. હવે ભરૂચના 5 ધારાભ્યોના શપથ ગ્રહણ અને મંત્રીપદને લઈ હવે ફરી ઉત્તેજના અને આતુરતા જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લાના પાંચ ધારાસભ્યો ભરૂચના રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના અરૂણસિંહ રણા, જંબુસરના ડી.કે.સ્વામી અને ઝઘડિયાના રીતેશ વસાવામાંથી કોને મંત્રી બનાવાય છે તેની અટકળો હવે તેજ થઈ છે.
મંત્રીપદની રેસમાં વાગરાના અરૂણસિંહ રણા, ભરૂચના રમેશ મિસ્ત્રી પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. તો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, જંબુસરના સંત ડી.કે.સ્વામી અને ઝઘડિયાના રીતેશ વસાવા પણ રેસમાં છે. જોકે ટિકિટની જેમ ભરૂચ ના 5 MLA પૈકી કોના મોબાઇલની રિંગ રણકે છે તેને ભારે ઉત્સુકતા જગાવી છે. આ ધારાસભ્યો પણ પ્રદેશમાંથી તેમના ઉપર કોલ આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!