ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બાઈક નંબર-જી.જે.૧૨.સી.આર. 9093 ઉપર એક ઈમસ મઢુલી સર્કલ ખાતે આવેલ શાશ્વત સોસાયટી સામે વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર છે.
જેવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેને વિદેશી દારૂ જથ્થા અંગે પુછપરછ કરતા જથ્થો દહેજ બાયપાસ ઉપર શેરપુરા ગામના અલનૂર ફ્લેટમાં રહેતો તેનો પાર્ટનર પાસેથી લાવ્યો હોવાનું કહેતા પોલીસે અલનૂર ફ્લેટમાં તપાસ કરતા ત્યાં રહેલ કાર નંબર-જી.જે.૧૬.એ.પી.૦૪૪૧માં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે ૮૭ નંગ બોટલ કબજે કરી હતી અને ૫૩ હજારનો દારૂ અને બાઈક તેમજ કાર મળી કુલ ૨.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ મહારાષ્ટ્ર અને હાલ અલનૂર ફ્લેટમાં રહેતો યોગેશ શિવાજી કાંકળીજને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બુટલેગરને વોન્ટેડ કરી કરી વધુ તપાસ હાથ ધરી છે.